________________
૩૯
કેશ-શિખા બાંધવા લાગ્યો. તેને દુષ્ટ ભાવ જાણ કુમાર બેલ્વે, હે કાપાલિક! મારું બધું સત્ત્વ આ કેશશિખામાં જ છે. તું ચિંતા મૂકી તને જેમ ઠીક લાગે તેમ ત્વરાથી કરે. મારી સમક્ષ દુષ્ટ વ્યંતર યક્ષ આદિ ઊભા રહેવા પણ સમર્થ નથી. તે સાંભળી કાપાલિક ચિતરવા લાગે, આ કુમાર મહા બલિષ્ટ જણાય છે. આનું મસ્તક હું શી રીતે કાપીશ? તેના વગર મારી કાર્ય સિદ્ધિ પણ અસંભવિત છે. ગમે તેમ હોય હું બલાત્કારે પણ તેનું મસ્તક ગ્રહણ કરીશ એમ વિચારી તે પોતાનું વિકરાળ સ્વરૂપ કરી હાથમાં છરી લઈ બલ્ય, હે નાદાન ! અત્યારે તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે, કેમકે હમણું હું તારું મસ્તક છેદી મારી વિદ્યા સાધવાને છું. તે સાંભળી કુમાર હસીને બોલ્યા, હે મૂઢ કાપાલિક! શિયાળ–જેવો તું સિંહ જેવા મારું મસ્તક શી રીતે ગ્રહણ કરીશ? તે સાંભળી કેપેલે કાપાલિક કુમાર પર ધર્યો, પરસ્પર ઘેર યુદ્ધ જામ્યું. કુમારે પોતાનું સઘળું બળ એકત્રિત કરી કાપાલિકના હૃદયમાં એક મુષ્ટિકા મારી તેથી તે પૃથ્વી પર પડ્યો. અને કુમાર તેની છાતી પર ચઢી બેઠે. કુમારે કાપાલિકને કણિકની જેમ ગુંદી નાખે, પરંતુ કેવલ કરુણ આવવાથી જ તેનું મસ્તક કાપ્યું નહીં મારથી પીડાચેલે તે બરાડા પાડતે ઉછળે અને કુમારને પકડી દડાની જેમ આકાશમાં ઉછાળે. તે વખતે આકાશ માર્ગેથી જતી કઈ દેવી તેના રૂપ લાવણ્ય પર આશક્ત થઈ તેને પિતાના આવાસમાં ઉપાડી લાવી અને આ પ્રમાણે બોલવા લાગી, હે સુંદર! આ વિધ્યાચલ નામનો પર્વત છે. આ અનેક પ્રકારના મણિમાણિક્ય-રત્નથી વિભૂષિત મારે મહેલ છે. હું
પર કામથી તેમ છતા એક ,