________________
૩૫૮
ભીમકુમારની કથાઃ—
આ ભરત ક્ષેત્રમાં પૃથ્વી રૂપી સરોવરમાં કમળ જેવું મળપુર નામે નગર છે. ત્યાં નરવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને માલતી નામની રાણી હતી. તેઓને મહાસત્વશાળી ભીમકુમાર નામના એક પુત્ર હતા. એક દિવસ તે ક્રીડા કરવા વનમાં ગયા. ત્યાં એક વૃક્ષ નીચે કાઈ મુનિરાજને જોઇ તેમની પાસે ગયા. વંદન કરી તેમની સામે બેઠા. તેમની દેશના સાંભળી પ્રતિધ પામેલા ભીમકુમારે સમ્યફત્વમૂલ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પછી તે ઘેર આવી જિનભાષિત ધમને ઉત્તમ પ્રકારે આરાધવા લાગ્યા.
એક દિવસ કોઈ કાપાલિક ભીમકુમાર પાસે આવી પુષ્પ ફૂલ વિગેરે તેની સામે મૂકી મેલ્યા; હું કુમાર ! સત્પુરુષા કપરા સંચાગમાં પણ પર પ્રાર્થનાના ભંગ કરતા નથી. મેં પૂર્વે ખાર વર્ષ સુધી વિદ્યાની સેવા કરી છે.. આ ચતુર્દશીએ વિદ્યા સાધવાની મારી ઈચ્છા છે તેથી મહેાપકારી એવા તને હું પ્રાર્થના કરુ છું કે તું મારા ઉત્તર-સાધક ખન. તે સાંભળી પરોપકારમાં પ્રવિણ એવા કુમારે તેની વિનતિ સ્વીકારી.
ચૌદસના દિવસ પણ આવી પહોંચ્યા. પ્રધાન પુત્રના વારવા છતાં કુમાર કાપાલિક પાસે જવા એકાકી ઊપડ્યો. અને હાથમાં ઉઘાડી તલવારે સ્મશાનમાં આવી પહોંચ્યા. ત્યાં કાપાલિક મોટું માંડલું માંડી તેની મધ્યમાં એસી પૂજન કરતા હતા. કુમારને જોઈ તે બહાર આવ્યા. અને કુમારની
;