________________
૫૩ વચન ન વધવા જોઈએ. તે સત્ય છતાં અસત્ય કહેવાય કહ્યું છે કે –
प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते ॥ तत्तथ्यमपि नो तथ्य-मप्रियं चाहितं च यत् ॥ १ ॥
અર્થ –જે વચન પ્રિય હિતકારી અને સત્ય હોય તે જ સત્યવ્રત કહેવાય, પરંતુ જે અપ્રિય અને અહિતકારી સત્ય” હવા છતાં તે અસત્ય જાણવું. જે વચનથી બીજા જ દુઃખ પામે તેવું વચન ધર્માથી પુરુષોએ ન બેલવું જોઈએ.
વળી કહ્યું છે કે – जेण परो दुहिज्जइ, पाणिवहो होइ जेण वयणेण ॥ अप्पा पडइ किलेसे तं णहु जंपंति गीयत्था ॥ २ ॥
અર્થ-જે વચનથી પર ને દુઃખ થાય. જે વચનથી પ્રાણીને વધ થાય, અને આત્મા કલેશ પામે તેવું વચન ગીતાર્થ પુરુષે કદી પણ બોલતાં નથી.
માટે હે ગૌતમ ! તું ત્યાં જઈ તે શ્રમણોપાસક મહાશતકને કહે કે, “તું આ પાપની આલેચના લઈ મિથ્યાદુષ્કૃત આપ.” પ્રભુના વચન અંગીકાર કરી ગૌતમસ્વામી રાજગૃહીની પૌષધશાળામાં આવ્યા. પ્રથમ ગણધરને આવતાં જોઈ હર્ષિત હૈયાવાળા મહાશતકે સામા આવી વંદના કરી આસન વિગેરે આપી ભક્તિ કરી. શાંત અને તેજસ્વી મુદ્રાવાળા ગૌતમસ્વામીએ મહાશતકને કહ્યું-“હે શ્રાવકત્તમ! વીરજિનેન્દ્ર મારા મુખે તને કહે છે કે, “અણસણધારી પુરુષ પારકાને પીડા ઉપજે એવા વાકયો બોલતા નથી. તે ૨૩