________________
૩૫૧
કામદેવ હજી મને મૂકતા નથી. આ અંગનાને હજી અનંગ બહુ સતાવે છે. તમે જ કહે શું પ્રમદાસ્ત્રીઓ પતિ વગર શોભે? મારે અત્યંત વર્તુળ એ આ સ્તનભાર, ચંચળ નેત્રે, ચલાયમાન ભ્રકુટી, જેમાં અધરામૃતને વાસ છે એવું, સોળે કળાએ ઉગેલા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે એવું અને સરલ આકૃતિવાળું મારું મુખકમળ, કામિની રૂપી વનના પર્વત જેવા માંસળ નિતંબ, પુષ્ટ જંઘા અને ખણખણાટ કરી રહેલાં મારા વલયોના અને મેખનાના ઝમકારથી તથા નપુરના શબ્દથી તમને ભલે કાંઈ થતું ન હોય, પણ ઉપર જુએ તે મેઘને ઘાટ સમુદાય છે. આડું જુએ તે જેમાં મયૂરે નાચે છે તેવા પર્વતે છે, અને પૃથ્વી પણ નવાંકુરથી ધળી છે. તે વખતે મારે શું કરવું? મારાથી કામપીડા સહન થતી નથી. માટે મારા પર કૃપા કરી અનશન ત્યજી મને ભેગવે. જેથી મને શાંતિ મળે. સ્વર્ગ અને અપવર્ગનું સુખ તેણે જોયું છે? નિશ્ચય, તમને કેઈ ધૂતારાએ ધૂત્યા છે. હું છતાં નાથે અનાથ છું, મારું યૌવન વનકુસુમની જેમ ઉપગ વગર સુકાય છે. તમે મારી પાસે જ છો છતાં ઘણા છેટાં છે. માટે હે નાથ! કામાગ્નિથી બળતી એવી મને આપના સંગમરૂપી જળથી સીંચે. ઈત્યાદિ રેવતીએ ઘણી પ્રાર્થના સાથે કામેત્તેજિત શ્રૃંગારમય શબ્દ કહ્યા. તે સાંભળતા છતાં મહાશતક ધર્મધ્યાનથી ચલિત ન થયે. જ્યારે રેવતી ફરી બે ત્રણ વાર અંગારથી અલંકૃત કઠેર શબ્દ બેલી ત્યારે ક્રોધ પામેલ મહાશતક અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણું આ પ્રમાણે બલ્ય, “અરે દુષ્ટા! પાપિષ્ઠા ! તારા પાપકર્મો તને આજથી સાતમે દિવસે