________________
૩૫૨ વિસૂચિકા (ઝાડા)ના રોગના નિમિત્તથી નરકમાં ઘસડી જશે. તું રત્નપ્રભા પૃથ્વીના લેલક નામક નરકાવાસમાં નારકીપણે ઉત્પન્ન થઈ બહુ વેદના વેદીશ. નિજ વલ્લભના આવા વચનો સાંભળી ભય પામેલી રેવતી પિતાના ઘેર આવી વિચારવા લાગી, હાય ! હાય!! મારા પતિ મહાશતક ધર્મધ્યાનથી ચલાયમાન ન થયા. મારા પર ક્રોધ પામેલા તે મને કઈ પણ ઉપાયે મારશે. હવે હું કઈ ઉપાયે બચી શકું તેમ નથી. એ પ્રમાણે આર્તધ્યાનમાં પડેલી તે સાતમા દિવસે વિસૂચિકા રોગથી મરી પ્રથમ (રત્નપ્રભા) નારકીમાં ગઈ
અહીં શ્રી વર્ધમાન જિનેન્દ્ર પણ વિહાર કરી, રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં સમેસર્યા. શ્રેણિકરાય પ્રમુખ નગરનિવાસી પ્રભુને વાંદી ગ્ય સ્થાને બેઠા. પ્રભુએ પણ મધુર વાણીએ દેશના આપી. દેશનાના અંતે સૌ પર્ષદા પોતપોતાના સ્થાને ગઈ. પ્રભુ ગૌતમસ્વામીને કહે છે, “હે ગૌતમ ! આ નગરમાં મહાશતક નામનો શ્રાવકવર્ય વસે છે. ઉપાસક પડિમા આરાધતાં, અને મને સ્મરતા એવા એ ધન્યાત્માએ અનશન લીધું છે. તેની ભાર્યાના કામે દ્વીપક–ઝંગારમય વચને તેને કાંઈ અસર કરી ન શક્યા. તે ધ્યાનમાં મગ્ન રહ્યો, પરંતુ તેણે ક્રોધાવેશે એમ કહ્યું કે, “હે દુષ્ટા! પાપિઝા ! તું આજથી સાતમે દિવસે વિસૂચિકાના રેગથી મૃત્યુ પામી પ્રથમ નારકના વિષે ઉત્પન્ન થઈશ. કિન્તુ હે ગૌતમ! આવા વચન બોલવા તેને ચુકત ન હતાં, કેમકે સર્વ જીવ રાશી ખમાવીને અનશન લીધેલા પુરુષે સત્ય હોવા છતાં પણ પરને પીડા ઉપજાવનાર