________________
૩૩૬
વાહ સર્વ જનસમૂહને પિતાના સાર્થમાં સામેલ કરે છે– ચાર આદિના ભયને દૂર કરે છે. તેમજ માર્ગ દેખાડી અભિષ્ટ નગરે પહોંચાડે છે. એમ જ શ્રી વીર લોકોના મિથ્યાત્વને દૂર કરી–સમ્યક્ત્વ રત્ન આપી શુદ્ધ સંયમ માર્ગ બતાવી મક્ષ નગરે પહોંચાડે છે. તેથી જ તેઓ મહાસાર્થવાહ કહેવાય છે.”
વળી, “હે ભદ્ર! તેઓ નિર્ધામક (સુકાની) પણ છે.” સાલપુત્રે પૂછ્યું, “તે શી રીતે ? શાળકે કહ્યું, જેવી રીતે નિર્ધામક લેકેને પ્રવહણ પર ચઢાવી મગર, મત્સ્ય આદિથી રક્ષણ કરતા સમુદ્રને કિનારે પહોંચાડે. તેવી જ રીતે. શ્રી વર્ધમાન પણ જન્મ જરા મરણ રૂપ ભયંકર મજાથી વ્યાસ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્યના સમૂહને ધર્મરૂપી પ્રવહણદ્વારા શિવપુરીએ પહોંચાડે છે, માટે તેઓ નિર્ધામક કહેવાય છે. વળી તેઓ મહાધર્મકથક પણ કહેવાય છે. ” સદ્દાલપુત્ર છે; “તે કેવી રીતે ?” ગોશાળક બોલ્યો, “મહાપાપમાં અનુરક્ત એવા સર્વ જીની આગળ ના નિતરણ માટે તેઓ ધર્મકથા કહે છે તેથી તેઓ મહા ધર્મકથક પણ કહેવાય છે.”
સદાલપુત્ર ગોશાળકના મુખથી ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામીનું કીર્તન સાંભળી તેના પર પ્રસન્ન ચિત્તવાળા થઈ બેલ્યા, “હે ગોશાળક ! તું સર્વશાસ્ત્રનો જાણકાર છે. સર્વકળામાં કુશળ છે–વિચક્ષણ છે. પંડિત છે લક્ષ્યને પ્રાપ્ત કરનારે છે. ઉપદેશ વિષયમાં ચતુર છે. તેમ જ તું આ