________________
૩૪૬ તે નહિ, પણ ડૂખ્યા નહીં. નિશ્ચય, આ પ્રભાવ તેમની તપશ્ચર્યાને જણાય છે. એમ વિચારી નાગરિકે મુનિના વંદના, પૂજા, સત્કાર–સન્માન આદિ કરવા લાગ્યાં, તેમના પર અપૂર્વ શ્રદ્ધા હોવાને લીધે મુનિની ચરણરજને શરીરે ચેળવાથી ગીઓ નિરોગી થયાં. એવી રીતે મુનિનો મહિમા આખા નગરમાં વ્યાપી ગયે. મુનિપ્રભાવના માહાસ્યને જાણ તે નાસ્તિક શિરોમણિ અસમંતક ઈર્ષાથી વિચારવા લાગ્ય, આ લોકોનું માનવું અસત્ય છે, આવું તે હેતું હશે? એમ વિચારી તે દુષ્ટાત્માએ રાત્રિ સમયે નદીકાંઠે આવી કાર્યોત્સર્ગમાં રહેલા મુનિના પગ સાંકળ વડે બાંધી, તેમની આજુબાજુ સૂકા કાષ્ઠ ગોઠવી દીધાં, અને તેમાં અગ્નિ ચાંપી પોતે દૂર જતો રહ્યો. થોડીવારે ચિતાએ ચંડીનું રૂપ લીધું. તડ–ફડ એવા અવાજ કરતાં લાકડા બળવા લાગ્યાં. આજુબાજુનું ઘાસ વૃક્ષ આદિ બધું બળી ગયું, પરંતુ જેમ અગ્નિમાંથી સુવર્ણ વધારે કાંતિને પ્રાપ્ત કરીને નીકળે તેમ તપ પ્રભાવથી મુનિરાજનું એક રૂવાડું સરખું પણ ન બન્યું. તેમની નિર્મળ કાયા શાંત મુદ્રાએ જવા લાગી. આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈ અસમંતક વિચારવા લાગ્ય; અહે! અદ્ભુત આશ્ચર્ય! અગ્નિ પણ આમને કાંઈ ન કરી શકી. નિશ્ચય, આ પ્રભાવ તપસ્યાને છે એમ વિચારી તે મુનિ પાસે આવી તેમના પગ છોડી ક્ષમા યાચવા લાગ્યા. મુનિચરણમાં પડેલે અસમંતક વિચારવા લાગે ખરેખર, દરેક વિદનેને દૂર કરવા માટે કઈ પણ રસાયણ હોય તે તે તપસ્યા છે. આ જગતમાં જેટલા સુખકારી પદાર્થ છે તે સર્વે તપસ્યા–તપ કરવાથી જ મળે છે. જે જ પૂર્વ ભવમાં તપ નથી કરતા તેઓ પર