________________
૩૪૭
ભવમાં દુઃખી અને જે તપસ્યા કરે તેઓ સુખી થાય છે. પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાં દેવના સુખો ભેગવી ફરી મનુષ્યપણું પામી ધર્મારાધન કરી મુક્ત થાય છે. આમ, તત્ત્વવિચાર કરતા તે શુકલધ્યાનારૂઢ થયો. શુભ ધ્યાનરૂપ અગ્નિ વડે તેણે ઘાતકર્મરૂપ કાષ્ઠને ભસ્મીભૂત કર્યા. તેથી અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તરત દેવોએ મુનિવેશ આપે. દેવરચિત સુવર્ણ-કમળ પર બેસી અસમંતક કેવળીએ ભવ્યજીને દેશના આપી, અને ભવ્યજીને ધર્મ માર્ગમાં દઢ બનાવ્યા. આવી રીતે જે મનુષ્ય શુભ ભાવના. ભાવે છે. તે ભવસાગરને પાર કરી કેવળ કમળા પ્રાપ્ત કરી. મુક્તિનિલયમાં વાસ કરે છે.
ઈતિ અસમંતક કથા સમાપ્ત . પ્રભુ મુખથી ધર્મ દેશના સાંભળી સંવેગ પામેલા. મહાશતકે બાર પ્રકારને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પરિગ્રહ, પ્રમાણ આદિ નિયમ કરી પ્રભુને વાંદી શ્રેણિક રાજા સાથે. મહાશતક નગરમાં પાછો ફર્યો. શાસન નાયક પણ ભવ્યજીના હૃદયમાં બેધિ બીજનું આરોપણ કરી અન્યત્ર વિહાર. કરી ગયા. "
હવે એક દિવસ મહાશતકની મોટી સ્ત્રી રેવતી વિચારે છે કે “મારું આ નવયૌવન વનકુસુમની જેમ નિરર્થક જાય. છે. મારી બાર શૌને લીધે મને તેરમા દિવસે જ વિષયસુખ ભેગવવા મળે છે. જે તેમને કેઈ ઉપાયે મારી નાખી. હોય તે નિરંતર પતિને સહવાસ મળે અને રોજ વિષય ક્રીડા કરાય. આવી રીતે વિષયવિલાસમાં મારું યૌવન સફળ. થાય.” એમ વિચારી કામાતુર દુષ્ટાએ ક્રમે કરી છ શૌકોને