________________
૩૪૪ ઝીલી લેશે, અને સેવકો દ્વારા સુરંગમાર્ગથી હું તમારા ભવને આવીશ.” એ, મારા પ્રાણેશ! એમ થવાથી આપણે સંગમ થશે...........
મિત્ર મુખથી મંત્રી ભાર્યાને સંદેશ સાંભળી કુમારે સુરંગ બિદાવી, પોતાના માણસો તેમા ગોઠવી દીધા. અહીં મંત્રી પત્ની પણ કુટુંબ જોડે કૃત્રિમ કલેશ કરી કેઈન દેખે તેમ કૂવામાં પડી. ત્યાં રહેલા કુમારના માણસેએ તેને ઝીલી અને કુમારને સમર્પિત કરી. અહીં મંત્રીએ અનેક તરનારાઓને કૂવામાં ઉતારી પત્નીની તલાશ કરાવી, પણ કયાંય પત્તો ન લાગ્યું. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ, કમશઃ તે 'વૃતાન્તને રાજાએ પણ જાણ્યું, તેથી રાજાએ સેવકને આદેશ કર્યો કે, “હે સેવકે ! આ દુષ્ટાત્મા મંત્રીએ સ્ત્રી હત્યા કરી છે, માટે તેનું સર્વસ્વ લૂંટી કારાગૃહમાં કેદ કરે.” સેવકેએ પણ એ પ્રમાણે કર્યું. તેથી તે બહુ વિટંબણુ પામ્યું. મંત્રીની આવી દુર્દશાને જાણે કુમાર વિચારવા લાગ્યું. ઓહ, મને ધિક્કાર છે! વારંવાર ધિક્કાર છે!! આ બધા કાર્યનું કારણ હું જ છું. મારા લીધે જ બિચારા મંત્રીની દુર્દશા થઈ છે. અહે! મેં આ કાર્ય બહુ અનુચિત કર્યું. આ સંસારમાં સ્ત્રીઓને શે વિશ્વાસ! જેમ મંત્રીને મૂકી મારી પાસે આવી તેમ મને મૂકી બીજાને નહીં રહે એની શી ખાત્રી. શું સબૂત? કદાચ, મને મૂકી ન જાય છે તે પણ મારે આ ઘરનું, આ સંસારનું કાંઈ પ્રયેાજન નથી. સ્ત્રી જાળમાં સપડાયેલે માનવી કરોળિયાની જાળમાં માખીની જેમ ફેસી જાય છે. સ્ત્રીના ગાઢ ચરિત્રને પાર બ્રહ્મા પણ પામી