________________
૩૪૨
- વનપાલકના મુખથી આનંદદાયક વધામણું સાંભળી પ્રસન્ન ચિત્તવાળા શ્રેણિક રાજા ચારે પ્રકારના સૈન્ય યુક્ત - અનેક પ્રકારના વાજિંત્રના નાદ સાથે મસ્તક પર પવિત્ર છત્ર ધારણ કરતા જિન શાસનની શેભાને વધારતા ઉત્સવત્સાહ શ્રી વીરને વાંદવા ઊપડ્યા. સાથે નગર નિવાસી નર નારીઓ પણ હર્ષાવેશમાં સર્વ કાર્ય પડતું મૂકી પ્રભુ પાસે આવ્યાં. શ્રેણિક પ્રમુખ સર્વ નરનારીઓ પ્રભુને પ્રદક્ષિણું - પૂર્વક પંચાંગ પ્રાણિપાત કરી યાચિત સ્થાને બેઠાં. મહાશતક પણ પ્રભુનંદન માટે ત્યાં આવી વિધિપૂર્વક વાંદી ગ્ય જગ્યાએ બેઠા.
તે સમયે ત્રિભુવનનાથ શ્રી વીર વીતરાગે અભિલાષાને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ તુલ્ય અમૃત વાણીથી ભવ્યને સંબોધી ધર્મ દેશના આપી. હે ભવ્ય છે ! આ સંસારમાં સંગ વિયેગ, આપ-સંપત્, ભેગ-રોગ, ધન, સુખ–દુઃખ, યૌવન–જરા જન્મ-મૃત્યુથી સર્વ જીવોને વ્યાપ્ત જાણું નિત્ય સુખ પ્રાપ્ત કરવા માટે તમે ધર્મ આરાધે, તે પણ શુભ ભાવે લુખે નહીં. શુભ ભાવના તે શિવનિલયને સપાન તુલ્ય છે. ભાવના યુક્ત ધર્મને જે જીવ આરોધે છે. તે અસમતકની જેમ મુક્તિ પુરીમાં જઈ વસે છે. તે સાંભળી શ્રેણિક રાજાએ પૂછયું; હે સ્વામિન ! તે અસમંતક કોણ હતા ? શી રીતે તેણે ભાવના ભાવી અને કેવી રીતે નિબિડ કર્મથી છૂટી મુક્તિને પામ્યું?
પ્રભુ બોલ્યા, હે શ્રેણિક! સાંભળ:–