________________
૩૪૩
અસમ તકની કથા
રત્નપુર નામના નગરમાં અમિન નામનો રાજા રાજય કરતા હતા. તેને લલિતાંગ નામનો પુત્ર હતા. તે જિનશાસ્રના તત્ત્વનો જાણકાર હતા. એક વખત તે વસંત કાળમાં ક્રીડા કરવા સંચર્યાં. ત્યાં તેણે કીડનકાજે આવેલી મત્રીભાર્યાને જોઈ. પરસ્પર એકખીજાને જોઈ તે અન્ને મનખાણે વીંધાયા. “ કામખાણુના જમ્મુને દુનિયાના કોઈ ઉપચાર કામ નથી આવતા, તેઓ પરસ્પર જ એક બીજાના વૈદ્ય અને ઔષધ છે.”
re
કુમારે પોતાના મિત્રને પ્રધાનપત્ની પાસે માકલી સંદેશા પાઠવ્યેા કે, “ હે મૃગલેચને ! હે કૃષાદરી અને પુષ્ટ પાધરી! હું તારા વગર એક ક્ષણ પણ જીવિત રહી શકું તેમ નથી. માટે હું સુભગે ! આપણા અન્નેનો સ`ગમ શી રીતે થશે ? ” તે સાંભળી હર્ષથી પુલક્તિ વદનવાળી, અસીમ આન અનુભવતી અમાત્યઅગના ખેલી; હે સુંદર ! મારા ઘેરથી હું એક ક્ષણ પણ અહાર નીકળી શકું તેમ નથી, કારણ કે અત્યંત ઈર્ષ્યાળુ અને અવિશ્વાસુ એવા મારા પતિ મને જરાયે છૂટી નથી મુકતા. ઘર બહાર પણ નીક ળવા દેતા નથી; પરંતુ આપણા સંગમનો એક દુઃસાધ્ય ઉપાય છે, તે એ કે “ મારા ઘર પાસે એક ા છે, ત્યાંથી તમે તમારા આવાસ પયતની સુરંગ કરાવી આપના સેવકા તેમાં ગેાઠવજો, ત્યારબાદ હું કુટુંબ સાથે કલેશ કરી કૂવામાં અપલાવીશ. તે સમયે તમારાથી સકેત પામેલા સેવકે મને
'