________________
ઉલ્લાસ આઠમે
મહાશતકનું ચરિત્ર
શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને મહાશતક શ્રાવકનું ચરિત્ર કહે છે. આ ભરતક્ષેત્રમાં મગધ દેશનું પાટનગર, રાજગૃહી નામે નગરી છે. મગધની મહિમાવંતી ગાદી પર જિનભકત મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમને સુનંદા પટ્ટરાણી સિવાય બીજી પણ અનેક દેવાંગનાઓને હસી કાઢે તેવી રાણીઓ હતી. ત્યાં અતિ રમણીય ગુણશીલ નામનું એક ચૈત્ય છે. ત્યાં જ અત્યંત ધનાઢ્ય મહાશતક નામનો ગૃહપતિ વસતે હતું તેને સૌભાગ્યવંતી રૂપલક્ષ્મીથી દેવાંગનાને જીતનારી રેવતી આદી તેર સ્ત્રીઓ હતી. વળી તેને આઠ-આઠ કોડ સુવર્ણ દ્રવ્ય વ્યાજ–વ્યાપાર અને ભૂમિમાં નિધાન રૂપે શેકાયેલું હતું, અને આઠ ગોકુળ પણ તેને હતા. ઈત્યાદિ ઘણું સમૃદ્ધિ તે પુણ્યાત્માને હતી.
રેવતી એના પિયરથી આઠકોડ સુવર્ણદ્રવ્ય અને આઠ ગોકુળ લાવી હતી, બાકીની બારે સ્ત્રીઓ એકેક કોડ સોનામહોરો અને એકેક ગોકુળ લાવી હતી. મહાશતક