________________
૩૩૭
સ'સારમાં પ્રસિદ્ધ છે. માટે હે ગેાશાળક ! તું મારા ધર્માંચાય જોડે વિવાદ કરી તેમને નિરૂત્તર કર. .જો વિવાદમાં તું જીતીશ તે હું તારા મતને અનુસરીશ.' ગેાશાળક મેલ્યા, ‘તે જિનેન્દ્ર અનંત શક્તિશાળી છે. હું અલ્પશક્તિ ધરાવનાર તે વીર જોડે શું વાદ કરવાના હતા અર્થાત્ હુ અસમર્થ છું, શ્રી વીર સર્વજ્ઞ છે.—હુ અલ્પજ્ઞ મૂર્ખ છું. તેમના પ્રશ્નોના ઉત્તર હું શી રીતે આપી શકું ? કેમકે મગલું પેાતાની સર્વશક્તિ એકઠી કરીને ચાલે તેા પણ હંસની ગતિને પ્રાપ્ત કરી શકતું નથી. અરે ! સૂર્યની સામે દીપક શું કરી શકે? ’ તે સાંભળી સદ્દાલપુત્રે કહ્યુ, ‘ ગેાશાળક ! તું શ્રી વીર પ્રભુના સત્ય ગુણાનું કીર્તન કરે છે. માટે હું તને સંથારા શય્યાદિ માટે નિમ ંત્રિત કરું છું.' એમ કહી સદ્દાલપુત્રે એક શાળામાં ઉતારા આપી સંથારા, પીઠફલક, શય્યા ઈત્યાદિ ઉપયોગી વસ્તુ આપી.
શાળામાં રહી ગેાશાળક યુક્તિ-હેતુ આદિથી પોતાના મતનો પ્રચાર કરવા લાગ્યા. પરંતુ તે સદ્દાલપુત્રના ચિત્તને જિનધમ થી જરાયે ચલાવી શકયો નહી. તેને જિનપ્રણીત ધર્મમાં અત્યંત અનુરક્ત જાણી ગેાશાળક ત્યાંથી અન્ય સ્થાને જતા રહ્યો. ઉત્તમ પ્રકારે જિનધમ આરાધતાં સદૃાલપુત્રે ચૌદ વર્ષ વ્યતીત કર્યાં. પંદરમા વર્ષની અડધી રાતે તે વિચારવા લાગ્ય કે; હવે હું મોટા પુત્રને ગૃહભાર સોંપી અગિયાર પડિમા આરાધું. આયુષ્યનો ભરેસે નથી. શી ખબર કચારે કાળ કાળિયા કરી જાય. એમ વિચારી તેણે સવારમાં પોતાના આખા કુટુ બને તેડાવી ભાજન વગેરેથી ભક્તિ કરી અને તેઓના
૨૨