________________
૩૩૩ કેઈ નૃત્યકારોએ આવી નાટક કર્યું. એમાંથી એકે આ પ્રમાણે. ગાથા કહી –
अणुपुंखमावहतावि, अणत्था तस्स बहुगुणा हुंति ॥ सुए दुक्ख कत्थ पडए जस्स कयंतो वहइ पक्खं ॥१॥
અર્થ—જેને યમરાજાએ પક્ષ લીધેલ છે. તે પુરુષને એક પછી એક આવી પડતી આફતે પણ ગુણકારી થાય છે. ત્યારે એવા પુરુષને દુઃખ અને સુખ હેય જ ક્યાંથી– અર્થાત્ તેને દુઃખ અને સુખને ભેદ જ ન હોય.
આ ગાથા સાંભળી ખુશ થયેલા દામન્નકે તેને એક " લક્ષ સુવર્ણદ્રવ્ય આપ્યું. પછી તે જિનવચનને અનુસરી સમ્યક પ્રકારે જિનધર્મ આરાધન કરી આયુષ્ય ક્ષય થયે દેવલોકે ગયે. ત્યાંથી ઍવી મનુષ્ય જન્મ પામી કેવળજ્ઞાન ઉપાજી મુક્તિ પ્રાપ્ત કરશે. એ પ્રમાણે પ્રાણીઓ ડું તપ કરીને, પણ દામનક જેમ ભેગે ભેગવી ડાક કાળમાં મેક્ષસુખ. મેળવે છે.
| ઈતિ દામનક કથા સમાપ્ત . જિનેશ્વરના મુખથી દ્વિવિધ ધર્મને સાંભળી સાલપુત્રે. કહ્યું: “હે ભગવન્! હું પંચ મહાવ્રતના ભારનું વહન કરવા અસમર્થ છું. માટે સમ્યત્વયુક્ત શ્રાવકધર્મ ઉશ્ચરાવે.” આણંદની જેમ સટ્ટાલપુત્રે પણ શ્રાવકધર્મ સ્વીકારી પરિગ્રહાદિનું પ્રમાણ કર્યું. વીર પ્રભુને વાંદી ઘેર આવી તેણે સ્વભાર્યા અગ્નિમિત્રાને કહ્યું, “હે ભદ્રે ! મેં