________________
૩ર૭ ધર્મ, અર્થ અને કામ, તે ત્રણે પુરુષાર્થ છે. એમાં પણ અર્થ અને કામ ધર્મથી જ થાય છે તેથી ધર્મને પ્રધાન સમજવો જોઈએ. ધર્મથી જ પ્રાણીઓને સૌભાગ્ય તથા સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ ઉત્તમ કુળમાં જન્મ, પોપકાર બુદ્ધિ, વિશુદ્ધમતિ, દિવ્ય સમૃદ્ધિ તથા પ્રધાન ભોગપભેગ પ્રાપ્ત થાય છે, તે ધર્મ બે પ્રકારે છે. એક સાધુધર્મ અને બીજો શ્રાવકધર્મ, તપસ્યારૂપ ધનવાળા સાધુ માટે તે ધર્મ પંચમહાવ્રત રૂપ તથા શ્રાવકો માટે સમ્યકૃત્વમુલરૂપ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોથી બાર પ્રકાર છે. આઠ કર્મોના વિનાશ માટે બાહ્ય અને અત્યંતર ભેદે બાર પ્રકારને તપ તે તારકેએ જ કહ્યો છે. જે મનુષ્ય ભાવથી થોડી તપસ્યા કરે છે તે સર્વસંપત્તિઓનો પાત્ર થાય છે. અને દામન્નકની જેમ ઉભય લેકમાં આનંદ અનુભવી નામને અમર કરે છે. તેની કથા આ પ્રમાણે —
દામન્નક”ની કથા –
આ ભરતક્ષેત્રમાં જ રાજપુર નામનું રળિયામણું નગર છે. ત્યાં એક કુળપુત્ર વસતે હતે. તેને જિનદાસ નામને એક શ્રાવક મિત્ર હતું. એક દિવસ જિનદાસ કુળપુત્રને લઈ સાધુ મહારાજ પાસે આવ્યો, ત્યાં જિનપ્રણીત ધર્મ સાંભળી કુળપુત્રે મત્સ્ય અને માંસ ભક્ષણને ગુરુ સમક્ષ ત્યાગ કર્યો. પછી તે ઘેર આવી શુદ્ધ ભાવે વ્રતને પાળતે સમય વ્યતીત કરવા લાગ્યું.