________________
૩૨૫
અનુરાગ ધર્મકાર્યોમાં અપ્રમાદ એ બધાં સુંદરગતિ પ્રાપ્ત કરવાના ઉપાય છે. દેશના પછી પ્રભુએ સાલપુત્રને કહ્યું, “હે સટ્ટાલપુત્ર! ગઈકાલે કે ઈદેવે પ્રગટ થઈ તને કહ્યું હતું કે કાલે સર્વદશ સર્વજ્ઞ જિનેશ્વર આવશે. તે સુરાસુરથી પણ વંદનીય છે. માટે તું પણ તેમને વાંદવા જજે. અને પીઠ, ફલક, શય્યા, સંથારાથી ભક્તિ કરજે. દેવના ગયા પછી તે વિચાર્યું કે નિશ્ચય દેવે કહ્યા મુજબ લક્ષણોથી લક્ષિત મારા ધર્માચાર્ય ગશાળક આવશે.” તે સાંભળી સટ્ટાલપુત્ર વિચારવા લાગ્યા. ખરેખર દેવે કહ્યા મુજબ સર્વ ગુણે આમનામાં જ દેખાય છે. આ જ સર્વજ્ઞ જિન છે. માટે મોટા પુણ્યને ઉપાર્જન કરવા આમની ઉત્તમ પ્રકારે ભક્તિ કરવી જોઈએ. એમ વિચારી તે બોલ્યો, “હે ભગવન્! પલાસપુર નગરમાં મારા પાંચ કુંભારે છે. હું વિનમ્ર વિનંતિ કરૂં છું કે આપ પાદ, પીઠ શય્યા, સંથારાદિ ગ્રહણ કરી મારો વિસ્તાર કરે.
લક્ષિત મારા મચ. ખરેખર દેવે કહ્યું
છે. માટે મોટા
પ્રભુ તેની વિનંતિ સ્વીકારી તેને પ્રતિબંધવા ત્યાં જ રહા.
હવે એક દિવસ પ્રભુએ કહ્યું, “હે સદાલપુત્ર! તું માટીનાં વાસણે શી રીતે બનાવે છે?” તે બોલ્યા, “હે પ્રભે! પહેલાં હું ખાણમાંથી માટી લાવું છું. તે પછી તેને પાણીમાં પલાળી ખૂબ મસળું છું. પછી તેને પીડ બનાવી ચાક પર મૂકું છું. અને પછી તેમાંથી ઘટાદિ વિવિધ પ્રકારનાં વાસણે તૈિયાર કરૂં છું.