________________
ઉલ્લાસ સાતમા
સટ્ટાલપુત્ર ચરિત્ર
હવે શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને સદૃાલપુત્રનું ચરિત્ર કહે છેઃ
આ જમ્મૂદ્રીપના ભરતક્ષેત્રમાં પાલાસ નામનું નગર છે. તેની આસપાસ પર્વતા, ખાઈએ, નદીઓ, સરાવરા, આરામગૃહા, ઉદ્યાના, પરા, સભાસ્થાને અને કૂવાઓ હાવાથી તે નગર અતિ રમણીય લાગે છે. તે નગરમાં પેાતાના પરાક્રમથી પ્રસિદ્ધ જિતશત્રુ નામક રાજા રાજ્ય કરતા હતા. નગર અહાર સહસ્રામ્રવન નામનુ એક વનખંડ છે. તે નગરીમાં નિત્ય વાસ કરનારો સદૃાલપુત્ર નામના કુંભાર વસતા હતા. તે પેાતાની કુલપર પરાથી ચાલતા આવતાં ક્રમ પ્રમાણે માટીનાં વાસણાના વેપાર કરતા હતા.
તે મંખલીપુત્ર ગેાશાળાના શ્રાવક હતા. તેના મતમાં અતિ નિપુણ એવા સદાલપુત્ર ગૌશાળક પ્રણીત - ધર્મારાધન કરતા હતા. તેને અગ્નિમિત્રા નામની એક ભાર્યા હતી. તે શુદ્ધ શિયળ અને પવિત્ર શરીરવાળી હતી. વળી તેને વ્યાજ, વ્યાપાર અને ભૂમિમાં એકેક કોડી સુવર્ણ દ્રવ્ય અને ગાયાનુ