________________
૩૨૮ એક વખત તે દેશમાં મહાદુભિક્ષ (દુકાળ) પડ્યો. ત્યાંના સર્વ લોકે ભૂખથી પીડાઈ મત્સ્ય અને માંસભક્ષણ કરવા લાગ્યા. ત્યારે કુળપુત્રની પત્નીએ તેને કહ્યું, “હે સ્વામિન ! ભૂખથી પીડિત આપણું પુત્રે મરવાની અણી પર જીવી રહ્યા છે, તમે નિશ્ચિત કેમ છે?” તમે મત્સ્ય કે માંસ લાવે જેથી આ લોકોને જીવવાને સહારે મળે.” કુળપુત્ર બોલે, “તેઓ મરે કે જીવે, પરંતુ હું માછલાં નહીં પકડું.” એક દિવસ તેને સાથે તેને પકડીને નદી કાંઠે લઈ ગયે. અને તેના હાથમાં જાળ આપી બલ્ય, મૂઢની માફક સામું શું જુએ છે? આ જાળને સરિતાના જળમાં નાંખ અને માછલાં પકડી તારા કુટુંબનું પોષણ કર. આવી રીતે પરાધીનતાની બેડીમાં જકડાયેલા કુળપુત્રે પાણીમાં જાળ ફેંકી, થોડીવાર પછી ખેંચી તે તેમાં અસંખ્ય માછલાં તરફડતા દેખાયા, તે જોઈ તેણે તેને પાણીમાં મુક્ત કર્યા. એ પ્રમાણે તેણે ત્રણવાર માછલા કાઢયા અને ત્રણવાર તેમને મુક્ત કર્યા. તે વિચારવા લાગ્યું કે કુટુંબ માટે પણ કરેલું પાપ નરકની અતિ તીવ્ર વેદનાના કૂવામાં ફેંકાવે છે. અરે, મળમૂત્રથી દૂષિત આ શરીરના પોષણ માટે આ નિર્દોષ જળચરના પ્રાણનું શેષણ શા માટે કરૂં. જેમ મારા પ્રાણ મને પ્યારા છે તેમ સર્વ જીવોને પોતાનો જીવ પ્રિય છે. એમ વિચારી તે પુણ્યાભાએ ઘરે આવી આરાધનાપૂર્વક અનશન ગ્રહણ કર્યું. સર્વ જીવને ખમાવી પંચપરમેષ્ટી મંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામી રાજગૃહી નગરીમાં મણિકાર શ્રેષ્ઠીના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયે. કુળક્રમના રિવાજ મુજબ બારમા દિવસે મહા