________________
૩૨૦
તથા જે થવાનું છે તે પ્રયત્ન વિના થઈ જાય છે. અને જેની ભવિતવ્યતા નથી રહેતી તે હાથમાં આવીને પણ નાશ પામે છે.
માટે મુખલીપુત્ર ગોશાળાને ધર્મ સુંદર છે. અને શ્રી વર્ધમાનપ્રણિત ધર્મ સારે નથી. ઈત્યાદિ તે દેવતાએ વીર ધર્મની નિંદા અને શાળા ધર્મની પ્રશંસા કરી.
ઇત્યાદિ દેવોના વચન સાંભળી જિનવચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખનાર કુંડલિક બોલ્યો, “હે દેવ તારું કહેવું યુક્તિયુક્ત નથી, કેમકે ઉત્થાનાદિ વિના કાર્યસિદ્ધિ થતી નથી, જે પુરુષાકારાદિ વિના કાર્યસિદ્ધિ થતી હોય તે તે દેવરિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? જે સંયમાદિ રહિત લેકે દેવરિદ્ધિ પામે તે સંસારમાં રહેલા સર્વ જીવો દેવસમૃદ્ધિ ચુક્ત થઈ જાય. અહીં એક જીવ સુખી ત્યારે બીજો અત્યંત દુઃખી જણાય છે તેનું શું કારણ છે? જે બધા ભાવે નિજ સ્વરૂપે થાય તે નિશ્ચય તેનું પર્યાયથી પરાવર્તન પણ થાય. તે પણ ભવાંતરમાં ઉગ્ર તપ, સંયમ આદિ કર્યા હશે. તેથી જ તું દેવપણું પામ્યો છે. માટે તારું બધું કહેવું મિથ્યા છે. જિનપ્રણીત ધર્મ સત્ય તત્ત્વરૂપ છે. ગશાળાને ધર્મ અસત્યરૂપ જાણવું જોઈએ. વળી હે દેવ ! તું બુદ્ધિમાન છે. માટે તું પિતાની બુદ્ધિથી જ ધર્મની સત્યતા અને અસત્યતાને વિચાર કર કહ્યું છે કે – बुध्धेः फलं तत्त्वविचारणं च । देहस्य सारं व्रतधारणं च ।। अर्थस्य सारं किल पात्रदानं, वाचः फलं प्रीतिकरं नराणाम् ॥१॥