________________
૩૧૯
એક દિવસ અપેારના તે અશોકવાટિકામાં આવ્યા. ત્યાં એક શિલાપટ્ટ પર પાતાના નામની મુદ્રા તથા ઉત્તરાસંગ મૂકી સામાયિક લઈ શુભધ્યાનારૂઢ થયો. તે વખતે ત્યાં કાઇ દેવ પ્રકટ થઈ તેની મુદ્રા તથા ઉત્તરાસંગ લઈ ગગનમાં ઊડચો. ત્યાંથી તે ખેાલવા લાગ્યો, હે શ્રાવક! મ`ખલી પુત્રના ધર્મ સારા છે, કારણ કે તેમાં ઉત્થાન, ક, વીય અને પુરુષાકાર નથી. ઉત્થાન તે તપ, સયમ આદિમાં, કમ તે ગમન ક્રિયા આદિમાં, વીતે જીવાનું શરીરબળ અને પેાતાનું કાર્ય કરવાનું પરાક્રમ તેને પુરુષાકાર સમજવા -જોઇએ. આના વગર જીવાને સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. માટે હું કુડકાલિક ! હવે પછી તારે આવું ન કહેવું જોઇએ. કે ઉત્થાન આદિથી જ કાર્ય સિદ્ધિ થાય છે. કહ્યું છે કે:
--
प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभोवाः ॥
भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, ना भाव्यं भवति न भाविनोस्ति नाशः no
અર્થઃ—પ્રારબ્ધબળના આશ્રયથી માણસને જે કાંઈ શુભ અથવા અશુભ થવાનુ છે તે થાય જ છે, પણ જે નથી થવાનું ને ઘણા ઉદ્યમેા કરતાં પણ થતું નથી. અને જે થવાનુ છે, તે થયા વિના રહેતું નથી.
न हि भवति यन्न भाव्यं भवति च भाव्यं विनापि यत्नेन ॥ करतलगतमपि नश्यति, यस्य तु भवितव्यता नास्ति ॥
અ:—જે થવાનું નથી તે કોઇપણ હિસાબે થતું નથી.