________________
૩૧૭
અહી કુમારને જોઈ દાસીએએ બૂમાબૂમ કરી મૂકી.. કુમારનું આગમન સાંભળી ક્રેાષિત થયેલા રાજાએ તેને મારવા માટુ લશ્કર મેાકલ્યું. આકાશગામી અશ્વ પર બેઠેલા કુમારે પેાતાના પુણ્ય પ્રભાવથી રાજાના આખા સૈન્યને મારી નાખ્યુ. હવે રાજા મનમાં ચિંતવવા લાગ્યો, અરે! મે આ શું આરંભ્યું છે, કોઈ દિવસે આ કન્યાનું દાન કાઈને તે કરવાનું હતું જ ને! આવા ધીર વીર ગુણુશીલ પુરુષ મારી કન્યા માટે બીજે કયાં મળશે? એમ વિચારી રાજાએ બહુમાનપૂર્વક તેને તેડાવ્યેા. અને મેાટા ઉત્સવ સાથે તેની જોડે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. તેણે ઘેાડાક દિવસ સુખપૂર્વક પસાર કરી રાજાને સ્વ નગર જવાની ઈચ્છા જણાવી. રાજાની આજ્ઞાથી પાતે ભાર્યા સાથે અન્ય પર બેસી પેાતાના નગરે આવ્યા.
66
,,
અહીં શખરાજાએ છ માસ સુધી પુત્રની રાહ જોઈ ચારે તરફ ખૂબ તપાસ કરી. પરંતુ પુત્રના કયાંય પત્તો ન લાગવાથી તેણે રથકારને જીવતા ખાળવાની આજ્ઞા આપી. રાધે ભરાયેલા રાજા ચમતુલ્ય અને તુષ્ટ થયેલા કુબેર જેવે થાય છે. ” હવે રાજાની આજ્ઞાથી રાજપુરુષો થકારને બાંધી નગર 'મહાર જાજ્વલ્યમાન ચિતા પાસે લાવ્યા. જ્યાં કપને. ચિતામાં ફેંકવા જાય છે ત્યાં કુમાર સ્ત્રીસહિત અશ્વ પર બેઠેલા આકાશમાગથી નીચે ઊતર્યાં. પુત્રના આગમનથી પ્રસન્ન થયેલા રાજાએ કુમાર સાથે કદ્રુપ રથકારને પણ આડંબર પૂર્વ ક નગરમાં પ્રવેશ કરાવ્યા. ક્રમે કરીને શખ રાજા મૃત્યુ પામ્યા, કુલધ્વજ રાજા થયા અને સુંદરી પણ તેની પટ્ટરાણી