________________
૩૧૨
લગભગ સુમાર થયો હશે તેવામાં કુલધ્વજકુમાર પૂર્વની પેઠે ત્યાં આવી પાન ઘૂંકી પાછો વળ્યો. એવામાં ચપળતાથી કુંવરીએ તેના વસને છેડે પકડ્યો, પછી પૂછવા લાગી કે,
હે સપુરુષ ! ચારે તરફની ચેકીને ચુકાવી ચેરની જેમ ચૂપકીથી કઈ ચતુરાઈ વડે તમે અહીં આવ્યા ?”
કુમાર બોલ્યોઃ “હે મૃગલોચને ! હું આ કાષ્ઠઅશ્વના પ્રયોગથી ભૂચર છતાં ખેચર થયો છું. તે સાંભળી કુંવરી બોલી. “આજ મારા મનના મનોરથ ફળ્યાં.” એમ કહી તેણે પિતાનું સર્વ વૃત્તાંત નિવેદિત કર્યું. પછી પ્રદીપની સાક્ષીએ કુંવરી પિતાનું સર્વસ્વ કુલધ્વજ કુમારને સેંપી કુમારિકામાંથી સૌભાગ્યવતી નાર બની. હવે રોજ મધ્યરાતે કુમાર અશ્વના સહારે પિતાની નવોઢાને ભેટત-વિષયસુખ ભોગવી પ્રાતઃકાલ પહેલાં પલાયન થઈ જત. કેમે કરી કન્યાના પયોધરાદિ અંગોપાંગની વૃદ્ધિને જાણું ભયભીત થયેલી દાસીઓએ વિચાર્યું; “અહે! અકાલે પણ આના અંગોપાંચ વૃદ્ધિ શી રીતે પામ્યાં? એમ વિચારી દાસીઓએ તે વૃત્તાંત જયમાળા રાણુને જણાવ્યું. રાણીએ પણ પુત્રીના અંગને પ્રત્યક્ષ જોઈ બીકના માર્યા રાજાને કહ્યું. તે સાંભળી અંગારા વરસાવતી આંખે કોધ પામેલે રાજા બોલ્યો, “હે દેવી! જે દુર્જન પુરુષે મારા ઘરમાં આવી આવું ખરાબ આચરણ કર્યું છે. તેને હું નિશ્ચય યમરાજાને અતિથી બનાવીશ.” એમ કહી કોલાતુર ભીષણ ભૂકુટિયુક્ત કપાળવાળે રાજા રાજસભામાં આવી બેઠે, સભામાં બેઠેલી વાગુરા નામની નગરનાયિકાએ રાજાને ક્રોધાતુર જોઈ તેનું કારણ પૂછ્યું, ત્યારે રાજાએ ગુપ્ત