________________
૩૦૮ ચડાવી, હાથ પર હાથની તાળી દેતી હસતી હસતી બેલી, “હે કુમારેદ્ર! બન્યું આવું વિજ્ઞાન ! આવાથી શું વળે? હું તે વિજ્ઞાન તેને જ માનું કે જે મારા સ્વામીમાં છે.” કુમાર
ત્યે, “હે સુલેચને ! તારા સ્વામીમાં શું વિજ્ઞાન છે?” તે બેલી, “આ નગરમાં કંદર્પ નામને રથકાર મારે ભર્તા છે. તે કાષ્ઠને ઘેાડે એ બનાવે છે કે તેના ઉપર ચડેલે મનુષ્ય છ માસ સુધી ગગનમાં પરિભ્રમણ કરે છે.” તે બન્નેના વચને સાંભળી આશ્ચર્ય પામેલે કુમાર પોતાના પિતા પાસે આવ્યો અને સર્વ વૃત્તાંત પિતાને જાહેર કર્યું. તે સાંભળી રાજાએ લુહાર તથા રથકાર (સુતાર) ને બોલાવવા સેવકે મોકલ્યા. થોડીવારમાં બને “મહારાજા, વિજય પામે ! વિજય પામો !!” એવી ઉદ્દઘોષણા કરતા, પ્રણામ કરી ઊભા રહ્યા.
. પછી તે બોલ્યા, “હે પ્રજાપતિ ! આ સેવકને ગ્ય હૂકમ ફરમાવે. ” રાજાએ લુહારને લોખંડ આપી મસ્ય બનાવવાને આદેશ કર્યો. તે સાંભળી, લુહારે વિદ્યાબળથી મીન બનાવ્યું તેની પીઠ પર એક નાને ઓરડે બનાવ્યું, તેમાં બે લેખંડી ચાવી ગઠવી પછી તે રાજા સાથે મીન પર આરૂઢ થઈ વિશાળ વ્યોમ પ્રદેશ પર પક્ષીની માફક વિચરવા લાગ્યું. એ પ્રમાણે રાજા વિદ્યાધરની જેમ આકાશમાંથી. ગ્રામ, ખીણે, નગર, પર્વતે, સરિતાઓ અને ગગનચુંબી મહેલાત જેતે અનુક્રમે સમુદ્ર પાસે આવ્યું, ત્યારે તેઓ બારણાં બંધ કરી એરડામાં ભરાઈ ગયાં. મત્સ્ય ત્વરાથી રત્નાકરના તળિયે ગયું, અને ત્યાં જઈને મૌક્તિકે ગળી ઝડપભેર પાછું વળી તે નગરમાં આવ્યું. રાજા સાથે