________________
૩૦૭ પ્રહણ સમાન, નરક અને તિર્યંચ ગતિના દુઃખને છેદેવામાં તલવાર સમાન અને સર્વ કલ્યાણના મંદિર રૂપ શિયળને પિતાનું કલ્યાણ ઈચ્છનાર પુરુષે અવશ્ય આદરવું જોઈએ.” તે સાંભળી કુમાર બો; “હે ભગવન ! મારાથી સર્વ પ્રકારે શિયળ પળાય તેમ નથી. તેથી પરસ્ત્રીના ત્યાગરૂપ વ્રત ઉચ્ચરા.” એ પ્રકારે સ્વદારા સંતેષરૂપ ચતુર્થવ્રતને સ્વીકારી ગુરુને નમસ્કાર કરી તે ઘર ભણી ચાલ્ય, માર્ગમાં કલહ કરતી કેઈ બે સ્ત્રીઓને તેણે જોઈ ત્યારે કુમારે તેમને તેમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમાંથી એક સ્ત્રીએ જવાબ આપે, કે “હું લુહારની સ્ત્રી સૌભાગ્યકંદલી નામે છું. હું કૂવેથી ઘડે ભરી ઘડાના ભારથી પિડાતી ઘેર જતી હતી તેવામાં આ રથકારની ભાર્યા કનકમંજરી ખાલી ઘડે લઈ સામી આવતી હતી, તેણે મને માર્ગ ન આપે. એ ઝગડાનું કારણ જાણવું. વળી ઝગડાનું બીજું કારણ પણ સાંભળોઃ
આ પૃથ્વીના પટાંબર પર જેટલું વિજ્ઞાન છે, તે બધું મારા સ્વામીમાં સમાયેલ છે. દુનિયામાં એ વિજ્ઞાની મારા પતિ સિવાય કઈ કયાંય દેખાતું નથી. તે સાંભળી કૌતુકથી કુમારે પૂછ્યું, “હે ભદ્રે ! તારા સ્વામીમાં એવું તે શું વિજ્ઞાન છે. તે કહે.” તે બેલી, “હે સ્વામી ! સાંભળે –
વંદદેવ નામને લુહાર મારો ભરથાર છે. તે લેખુંડમય મત્સ્ય બનાવે છે. તે મીન આકાશમાં ઊડી સમુદ્રમાં પ્રવેશ કરે છે. ત્યાંથી ઉત્તમ જાતનાં મુક્તાફળે ગ્રહણ કરી સ્વસ્થાને આવે છે. હવે રથકારની સ્ત્રી મુખ મરડી નાક