________________
૩૦૩
<
તે
મૂકયા. તે જોઈ ચુલ્લગશતક ધર્મધ્યાનમાં અધિક તલ્લીન થયા, ત્યારે સાધિક ક્રોધ પામેલા દેવે તેના બીજા ત્રણ પુત્રને પણ સમારી નાખ્યાં. તેઓના રુધિર માંસથી ચુલ્લગશતકનુ શરીર ખરડી મૂક્યું. તો પણ તે ધર્મમાંથી ચલાયમાન ન થયા, તે જોઇ ક્રેાધથી લાલચેાળ ચક્ષુવાળા દેવ બાલ્યા; · & મીંઢ ચુલ્લગશતક ! હજી પણ મારું કહેવું નહિ કરે તારું અઢાર કોડ પિરમિત દ્રવ્ય આ નગરમાં શેરીએ શેરીએ ઉડાડી મૂકીશ. તે સાંભળી ચુલગશતકે વિચાયું. નિશ્ચય આ કોઈ દુષ્ટ જણાય છે, એણે મારા ચાર પુત્રાને મારી નાખ્યા. હવે તે મારા ધનને પણ નાશ કરશે. એમ વિચારી જ્યાં તે એને શિક્ષા કરવા ઊઠો તેટલામાં દેવ વીજળીની વેગે આકાશમાં ઊડી ગયા. તે જોઇ ચલ્લગશતકે બહાર આવી શારખકાર કર્યાં, તે સાંભળી તેને અહૂલા નામની ભાર્યાએ પૂછ્યું, ' હું સ્વામિન્! તમે શા માટે શેર કર્યા?’ ત્યારે તે આલ્યા, ' હું ભદ્રે ! કાઇ દુષ્ટ દેવે આપણા ચાર પુત્રાને મારી નાખ્યા.’ તે સાંભળી તે ખેાલી; હે સ્વામી! તે દેવે તમને 'ઉપસ કર્યો છે, આપણા પુત્ર તા સુખે સૂતા છે.’ તે સાંભળી પ્રસન્ન થયેલા શ્રાવક સવારે ગુરુ પાસે આલેચના લઈ વિધિપૂર્વક શ્રાદ્ધ ધર્મ આરાધવા લાગ્યા.
:
પ્રાંતે માસક્ષમણુપૂર્વક કાળ કરી સૌધમ કલ્પના અરુ ણાલ વિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ થયા.
તે સાંભળી ગૌતમસ્વામીએ પૂછ્યું: ‘હે ભગવન ! તે શ્રાવક ત્યાંથી ચ્યવી કયાં જન્મ લેશે ? ? પ્રભુ માલ્યા, તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી સયમ લઈ મુક્તિ પામશે.