________________
૨૯૪
પર બહુમાન ઊપજ્યું. · તે બાલી, હે નાથ ! તમે ખરેખર ધન્ય છે, કૃતપુણ્ય છે કે’ તમને માત-પિતા પ્રત્યે આટલી અધી ભક્તિ છે, પછી બન્ને સુખપૂર્વક સૂઈ ગયાં.’
એક દિવસ રાજાના પૂછવાથી કુમારે પોતાની સર્વ હકીત જણાવી, તેને સિંહલદ્વીપના યુવરાજ જાણી રાજા ખૂબ ખુશ થયા. રાજાની આજ્ઞા લઈ કુમાર રત્નવતી સાથે સુવર્ણ મણિથી ભરપૂર વહાણ પર ચઢ્યો. રાજ આજ્ઞાથી રુદ્ર નામને મંત્રી પેાતાની ટુકડી સાથે તેઓની સફર નિવિઘ્ન થાય તે માટે તેમજ માનસહિત વળાવવા કુમાર સાથે પ્રવણ પર ચઢ્યો. સમુદ્રમાં વહાણ પૂરવેગે ચાલી રહ્યું છે. ચન્દ્રવદની રત્નવતીનું રૂપ, લાવણ્ય ન્યાત્સનાથી ઝળકી રહ્યું છે, તેને અમાત્ય અનિમેષ નયને નિહાળતા કોઈ ઊડી ઘટના ઘડત બેઠા છે, કામાંધ પ્રધાને નિશ્ચય કર્યો કે આ વિદેશીને કાઇ પણ ઉપાયથી નાશ કરી રત્નવતી સાથે ભાગવિલાસ કરવા. હવે તે કુમારને મારવા માટે અનેક યુક્તિએ અજમાવવા સાથે તેનાં છિદ્રો જોવા લાગ્યા.
એક દિવસ રાતે કુમાર કાયચિંતા માટે માંચી પર બેઠા હતા. ત્યારે દુષ્ટાત્મા મત્રીએ માંચીની દારડી કાપી નાખી જેથી કુમાર સમુદ્રમાં પડી ગયા. પછી પાતે નીચે આવી · હાય, હાય, કુમાર સમુદ્રમાં પડી ગયા; હવે હું રાજાને શું જવાખ આપીશ? હવે તે મારે કયાંય મુખ ખતાવવા જેવું ન રહ્યું. ’ આમ કપટયુક્ત કરુણ સ્વરથી અભિનય કરવા લાગ્યા. આ સાંભળી વિરહ વ્યાકુળ રત્નવતી વિલાપ કરવા