________________
૩૦૦
કર્યું. હવે આપ આપનું વચન પૂર્ણ કરે.” તે સાંભળી સત્ય-વાન રાજાએ તે મુજને પિતાની પુત્રી સેંપી. કુન્જ અને રાજકન્યાનો લગ્નમહોત્સવ કાગડાની કઠે રત્નમાળ જેમ
અયુક્ત જાણું, રાજાના બાંધવ વર્ગમાંથી કોઈપણ ન આવ્યું. 'વિવાહના મંગળ ગીતે પણ તે ત્રણે સ્ત્રીઓએ જ ગાયાં; કરિયાવર વખતે મુજે પિતાના સાળા પાસે કઈ વસ્તુની યાચના કરી. ત્યારે કેધિત થયેલા તેના સાળાએ ફૂંફાડા મારતે સર્પ આપે. તરત જ સર્પ કુજને કરડ્યો. અને તે સાથે જ કુજ ધરણી પર ઢગલાની જેમ ઢળી પડ્યો.
કુન્જની આવી અવસ્થા જોઈ ત્રણે સ્ત્રીઓ વિચારવા લાગી; “જે આ પુરુષ મૃત્યુ પામશે તે અમારા પ્રિયતમની ખબર કોણ આપશે? આના સિવાય અમારા પતિને મેળવી આપનાર બીજું કઈ નથી, કેમકે તે વિષયમાં કેઈ કાંઈ જાણતું જ નથી.” - કુન્જને પ્રાણરહિત જેઈ ત્રણે સ્ત્રીઓ જ્યાં પિતાની છાતીમાં કટારી ભેંકી મરવા જાય છે ત્યાં જ તે કુમ્ભ દિવ્ય સ્વરૂપવાળ થઈ ઊભું થયું. એ જોઈ તેની ત્રણે પત્નીઓ આવીને તેની આજુબાજુ ઊભી રહી. એટલામાં જ કેઈ દેવ પ્રકટ થઈ બધાની સામે કહેવા લાગે; “હે ભાગ્યવાને ! સાંભળો—હું આ કુમારને પૂર્વભવ કહું છું.” - ધનપુર નગરમાં ધનંજય નામને શ્રેષ્ઠી વસતે હતે. તેને ધનવતી નામે ભાર્યા હતી. તેને ધનદેવ અને ધનમિત્ર નામના બે પુત્રો હતા. તેમાંથી જેષ્ટ પુત્ર ધનદેવે એક વખત