________________
૨૯૮
ત્રણમાંથી એકે કાંઈ બોલતી નથી, તે સાંભળી આશ્ચર્ય પામેલે રાજા ત્યાં આવ્યું, અને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવા. લાગ્યું. પરંતુ સાંભળે કોણ? પ્રતિમા જેમ સ્થિર અને મૌનયુક્ત તે ત્રણે સ્ત્રીઓને જોઈ ગભરાયેલા રાજાએ પડહ વગડાવ્યું કે જે પુરુષ આ ત્રણે સ્ત્રીઓનું માનભંગ કરી તેઓને બોલાવશે તેને રાજપુત્રી કુસુમમતી જોડે પરણાવવામાં આવશે.
અહીં કુમારે પોતાની ત્રણે પત્નીઓને જોઈ; પણ હું કુન્જ છું, મારા પર કઈ ભરોસે નહીં કરે, વળી તેમને હું બોલાવીશ તે ચહેરો જોવા જેવો થઈ જશે. નગર મૂકી પિબાર થઈ જવું પડશે. એમ વિચારી તે પ્રારબ્ધને આધારે તે નગરમાં જ સમય ગુજારવા લાગ્યું. ભૂપતિની ઉદ્ઘેષણ સાંભળી પડતને સ્પર્શ કરી તે એક અક્ષર વગરની કારી), પત્રકાર પુસ્તક કિંમતી વસ્ત્રમાં લપેટી રાજદ્વારે આવી બોલ્યોઃ “હે રાજન ! જે માણસ બે પુરુષથી ઉત્પન્ન થયો હશે તે જ મારા પુસ્તકના અક્ષર વાંચવા સમર્થ નહીં થાય, બાકીનાને આ અક્ષર દેખાશે.” તે જોઈ બધા બલવા લાગ્યા. અહો ! આમાં તે બહુ સારા અક્ષર દેખાય છે, રાજા પણ બે કે આ અક્ષર બહુ સુંદર છે, કારણ કે “જાણું જોઈને કેણુ બે બાપને થાય?”
તે પછી તે કુમ્ભ યક્ષ મંદીરમાં આવી. બહુ ઠાઠ સાથે વાંચવા લાગ્યો કે “સિંહલદ્વીપનો યુવરાજ સિંહલસિંહ કુમાર પિતાની પત્ની ધનવતી સાથે પ્રવહણ પર ચઢી, સમુદ્રમાગે સફર કરવા લાગ્યું. પરંતુ તે પ્રવહણ સમુદ્રની મધ્યમાં