________________
૨૯૩
કર્યાં. રાજપુરુષો કુમારને માનપૂર્વક રાજા પાસે લાવ્યા.
રાજાની આજ્ઞાથી કુમારે પેાતાના મંત્ર બળથી કુંવરીને સજીવન કરી, રાજકુવરી પેાતાના ઉત્તરીય વસ્ત્રને ઠીક કરતી આળસ મરડી બેઠી થઇ તે નેતાં જ ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયા. બધાં કુમારની જય ખેલવા લાગ્યાં. સંતુષ્ટ થયેલા રાજાએ શુભદ્ધિવસે પેાતાની પુત્રીના વિવાહ કુમાર સાથે કર્યો.
સૌભાગ્ય રાત્રિના દિવસે રાજકન્યા સાતમે માળે અત્યંત મનેાહર પલ`ગ પર કામળ શખ્યામાં સૂતી, ઘેાડીવારમાં કુમાર આવ્યો અને ભૂમિ પર જ સૂતા, કારણ કે કુમારે એવા અભિગ્રહ લીધા હતા, કે જ્યાં સુધી ધનવતી મને નહીં મળે ત્યાં સુધી હું શિયળ પાળીશ. અને ભૂમિ પર સૂઈશ. તે જોઇ રાજકન્યા રત્નવતી સાધૈર્ય વિચારે છે કે આ શું કહેવાય ? મારે પિત જમીન પર શા માટે સૂતે ?
ઘરેઘેણુને લૂણા ખાય, ઘેર ઘેાડા ને પાળે જાય; ઘરે પલ્યકને ધરતી સૂએ, તેહની બૈરી જીવતાને રૂએ.
એમ વિચારી તેણે પૂછ્યું, હે સ્વામી ! પલંગ સાથે મને મૂકી તમે નીચે શા માટે સૂતા ? ત્યારે શાકથનું નામ સાંભળી તેને દુઃખ થશે એમ વિચારી તેણે કાલ્પનિક ઉત્તર આપ્યા, હે દેવી ! મે' એવી પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી ઘેર પહોંચી હું માતા-પિતાનાં દર્શન ન કરું ત્યાં સુધી મારે શિયળ પાળવું અને ધરતી પર સૂવું. તે સાંભળી રત્નવતીને તેના