________________
૨૯૧ જે જીવ તન મન ધન અને વચનાદિથી બીજા ઉપર ઉપકાર કરે છે, તે આ જન્મમાં પણ સંપત્તિના અધિકારી થાય છે. શ્રેષ્ઠીએ પણ પુત્રીને અભિપ્રાય જાણું તેને કુમાર જોડે પરણવી, જ્યારે કુસુમાયુધ જે કુમાર નગરમાં ફરવા નીકળતું, ત્યારે તેના રૂપ લાવણ્ય પર મેહ પામેલી નગરનારીએ તેના પાછળ ભાન ભૂલી ભમવા લાગતી. આવું આશ્ચર્ય જોઈ. ઘણાં પુરુષો એકત્રિત થઈ ભૂપાળ પાસે આવ્યાં. " તે જોઈ રાજા બોલ્યો, “હે પુરુષો! કહો, કાંઈ દરખાસ્ત છે કે ફરિયાદ છે.” પૌરજનો બેલ્યા“હે પ્રભે ! આપની કૃપાથી અમને કોઈ જાતનું દુઃખ, નથી, પરંતુ અમારા સર્વ કાર્યો શિથિલ થઈ ગયાં છે. રાજા • બેલ્યો, “અરે ભાઈઓ ! આમ ગોળ ગોળ, બીતાં બીતાં શા માટે બેલે છે? જે હોય તે બેધડક જણાવે.” - તેઓ બોલ્યાઃ “હે ક્ષિતીશ! આપણા યુવરાજ સિંહ લસિંહ નગરમાં કીડાથે ફરે છે, ત્યારે અમારી ભાર્યા, ભગિની અને પુત્રીઓ ગૃહકાર્યો સાથે સાનભાન મૂકી ગાંડાની જેમ તેમની પાછળ ફર્યા કરે છે,” સાંભળી રાજા બોલ્યો, “હે નગરજને ! આ વાત પર હું ધ્યાન આપીશ.” એમ કહી તેઓને બહુમાન પૂર્વક વિર્સજન કર્યા.
કુમાર આ વાત જાણ બહુ ખેદ પામતે વિચારે છે કે જે નગરમાં મારા ફરવાથી લેકેને દુઃખ થાય તે નગરમાં મારે રહીને શું કરવું? માટે દેશાંતર જવું જોઈએ. પોતાને વિચાર તેણે ધનવતીને જણાવ્યું. અને કહ્યું કે તું અહીં સુખે રહેજે હું બહુ જલદી પાછો આવીશ. તે બોલીઃ “હે સ્વામિન્ !