________________
ર૯ર તમારા વગર હું એક ક્ષણ પણ જીવવા સમર્થ નથી. માટે આપ આ દાસીને સાથે જ લઈ જાવ.”
ત્યારપછી કુમાર ગુપ્તપણે ધનવતી સાથે રાતના પ્રવાહણ પર સવાર થઈ જળમાર્ગ કાપવા લાગ્ય, કર્મયોગે મધ્યદરિયે વહાણ ભાંગ્યું, પરંતુ આયુષ્ય બળના યોગે ભાંગેલા વહાણનું એક ખપાટિયું ધનવતીના હાથમાં આવ્યું તેના સહારે તે કુસુમપુર નગરે પહોંચી. ત્યાં લેકમુખથી પ્રિયમેલ નામના યક્ષ તીર્થનો પ્રભાવ જાણી યક્ષના મંદિરમાં ગઈ ત્યાં જઈ તેણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારો પતિ મને નહિ મળે
ત્યાં સુધી મૌન રહી તપસ્યા કરવી. - અહીં કુમાર પણ પાટિયાના સહારે કેટલાક દિવસો પછી રત્નપુર નગરે આવ્યો, તે નગરમાં રત્નપ્રભ નામનો રાજા રાજ્ય કરતું હતું, તેને રત્નસુંદરી નામની રાણ હતી. તથા રત્નાવતી નામની પુત્રી હતી. તેને અચાનક સર્પ કરડવાથી તે બેશુદ્ધ થઈ ગઈ. અનુક્રમે વપુ વિષથી વ્યાપવા લાગ્યું.
રાજદ્વારમાં આથી ખળભળાટ મચી ગયે, અનેક જાતના વૈદ્ય હકીમે, અને મંત્રવાદીઓ જાતજાતના ઉપચારે અને પ્રયોગો કરવા લાગ્યા, પરંતુ પરિણામે કાંઈ ફાયદો ન થયો ત્યારે મજબૂર થઈ ભૂપતિએ ઢઢરે વગડાવ્યો કે રાજકુંવરી રત્નાવતી સર્પ દંશથી અચેતન થઈ ગઈ છે તેથી જે પુરુષ તેને સજીવન કરશે, તેને રાજકન્યા સાથે અનર્ગલ લક્ષમી આપવામાં આવશે. તે સાંભળી સિંહલસિંહે પડહનો સ્પર્શ