________________
૨૯૫
લાગી : ‘હે નાથ ! હે સ્વામી! આ અખળાને એકલી મૂકી આપ કયાં જતાં રહ્યાં! મારી તમને જરા ચે યા ન આવી. હાય, હાય. હવે હું શું કરું ? કયાં જાઉં. કાને મારી ફરિયાદ સભળાવું ? હવે મને જીવવાનું શું પ્રયેાજન છે? આમ રત્નાકરમાં શેકમગ્ના રત્નવતી ભવિતવ્યતાને ઉપાલંભ આપી રહી હતી. રાંકની જેમ રાતી રત્નવતીની આંખથી સરી ગાલ પર અને ગાલથી સરી ખેાળામાં પડતાં આંસુથી અને પ્રસ્વેદથી ભીજાએલું શરીર પણ તે પ્રધાનને અત્યંત સુંદર લાગતું હતું. કામાંધ પુરુષોને સ્ત્રીએની દરેક અવસ્થા પ્રિય લાગે છે.
રુદ્રપ્રધાન રત્નવતી પાસે આવી મૃદુ ભાષામાં ખેલ્યા : • હું દેવી! તું શાક શા માટે કરે છે? હું હમેશાં તારા દાસ અનીને રહીશ. તું મને સ્વીકારી તારા જીવનને સફળ કર, કેમકે આ દુનિયામાં મરેલા માણસ જીવતા થઈ શકતા નથી. વળી કુમારની તેા લાશ મળવી, અતિ દુર્લભ છે, માટે તું મને પરણી સૌભાગ્યવતી થા.’ તે સાંભળી રત્નવતીએ નક્કી કર્યું કે આ દુરાત્માએ જ મારા પતિને સમુદ્રમાં નાખ્યા છે. અરેરે! આ દુરાત્મા મારું શિયળ ખડવા ન કરવાનું કામ કરશે, માટે હવે કાંઈ બહાનુ કાઢવું પડશે. એમ વિચારી તે ખેાલી, હું પ્રધાન! હમણાં ધીરજ રાખા, કાંઠે જઈ પતિની અત્ય ક્રિયા કરી તમે જેમ કહેશે। તેમ કરીશ. તે સાંભળી ખુશીના આવેશમાં પ્રધાન ખેલ્યા, હું પ્રિયે ! તું બહુ ડાહી છે, જેમ તું કહીશ તેમ કરીશ. એમ કહી તે અનેક પ્રકારના ચાળા કરવા લાગ્યા. એવામાં એકાએક તોફાન ઊપડ્યું. મેાજાઓએ પ્રચંડ સ્વરૂપ લીધું, ખળભળતા સમુદ્ર જાણે
'