________________
ઉલ્લાસ પાંચમે
ચુલ્લગ શતક શ્રાવકનું ચરિત્ર
શ્રી સુધર્માસ્વામી ચરમ કેવળી શ્રી જબૂસ્વામીને ચુલ્લગ શતક શ્રાવકનું ચરિત્ર કહે છેઃ
આ ભારતના સર્વ મુલકમાં મશહૂર આલંભિકા નામની નગરી છે, ત્યાં જીતશત્રુ નામનો રાજા રાજ્ય કરતે હતે. તે નગરમાં અત્યંત આહલાદુકારી શખવન નામનું ઉદ્યાન હતું. વળી ચુલગશતક નામને ગૃહપતિ તે નગરમાં ધનવામાં અગ્રેસર કહેવાતું. તેને બહુલા નામની સુંદર શિયળવાળી પતિપરાયણ તેમજ મૃદુભાષી ભાર્યા હતી. તે શ્રાવકનું છ કેડ–દ્રવ્ય ભૂમિમાં નિધાન રૂપે, છ કેડ દ્રવ્ય વ્યાજમાં અને છ કેડ દ્રવ્ય વ્યાપારમાં રોકાયેલું હતું. વળી તેને ગાયના છ ગોકુળ હતાં.
ચુલગ શતક એશઆરામમાં દિવસે પસાર કરતું હતું, એવામાં એક દિવસ ચરમ તીર્થકર શ્રી વર્ધમાનસ્વામી કનક