________________
૨૮૮ કમળ પર કમળ પાદકમળને પધરાવતાં સુખે વિહાર કરી સપરિવાર શંખ વનમાં સમેસર્યા. સુરેએ સમવસરણ સર્યું, બાર પર્ષદા એકત્રિત થઈ.
પ્રભુનું આગમન સાંભળી ચુલ્લગશતક પણ પરિવાર સાથે શ્રી વીરવર્ધમાનસ્વામીને વાંદવા ગયે. પ્રભુને વાંદી સૌ પોતપોતાના ઉચિત સ્થાને બેઠા. પ્રભુ દેશના આપવા. લાગ્યા –
હે ભવ્ય લેકે ! આ અસાર સંસારમાં ચકવતી પદ. દેવેન્દ્ર પદવી, સ્વર્ગનું સુખ, તીર્થકરની સંપત્તિ અને મનુ
ચિત ગોપભગ એ સર્વ ધર્મથી જ મેળવી શકાય છે. તે ધર્મ દાન, શિયળ, તપ અને ભાવના એમ ચાર પ્રકારે છે. એમાં દાનના અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એમ પાંચ ભેદ છે. એમાં પણ સર્વશ્રેષ્ઠ દાન તે “અભયદાન” છે. અભયદાનને સર્વ પ્રકારે. સાધુ જ આપી શકે છે, તેનાથી અનંત સાધુ મેક્ષે ગયા, જાય છે અને અનંતા જશે. માટે સર્વ જીવોએ દરેક, જીવોને અભયદાન આપવું જોઈએ.
સુગુરુને શુદ્ધ આહાર વસ્ત્રાદિ આપવું તે સુપાત્રદાન. કહેવાય. જેઓ શુદ્ધ ભાવે સુપાત્રદાન આપે છે. તેઓ ધનદેવ તથા ધનમિત્રની જેમ સંસારસુખ ભોગવી શિવસુખ સંપાદન કરે છે. તે આ પ્રમાણે –