________________
૨૮૬ -આપને કોઈ દેવે ઉપદ્રવ કર્યો છે, માટે હે સ્વામી! સવારમાં તમે ગુરુજી પાસે જઈ આલેચના લઈ પ્રતિકમણ કરી મિથ્યાદકૃત આપજે.” પત્નીના પ્રિય વચન સાંભળી સૂરાદેવ સવારે સુગુરુ પાસે આલેચના લઈ શુદ્ધ થયું.
ઉત્તમ પ્રકારે વીસ વર્ષ સુધી જિનધર્મ પાળી. અગિચાર પડિમા વહન કરી. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરી
એક માસના અનશનપૂર્વક પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં તેણે પિતાનો દેહ મૂ. સૂરાદેવનો જીવ સૌધર્મ દેવલોકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે મહાસમૃદ્ધિશાળી દેવ થયે.
હવે શ્રી ગૌતમસ્વામી શ્રી વર્ધમાનસ્વામીને પૂછે છે, “હે ભગવન્! સૂરદેવ ત્યાંથી એવી ક્યાં ઉત્પન્ન થશે ?” પ્રભુ બોલ્યા: “હે ગૌતમ! ત્યાંથી ચવી તે મહાવિદેહ ક્ષેત્રમાં - જન્મશે. ત્યાં ચારિત્ર લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મેક્ષ મેળવશે.
એ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ શ્રી જખ્ખસ્વામીને પ્રભુના ચેથા શ્રાવક સૂરાદેવનું ચરિત્ર કહ્યું.
ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણુના શિષ્ય રાજકીતિ ગણીની રચેલી ગદ્યબંધ વર્ધમાન-. દેશના શ્રી સૂરાદેવ શ્રાવક નામક ચેાથ. ઉલ્લાસ સમાપ્ત