________________
૨૮૪ પ્રાણીઓનાં પગલે પગલે અત્યંત લક્ષમી હોય છે. માટે પ્રમાદ પ્રવજી ધર્મ જ આરાધ જોઈએ. ધર્મનું મૂળથી સમ્યકત્વ તે શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા બે પ્રકારે છે. એક ગુરુના ઉપદેશથી જીવાજીવાદિ નવતત્ત્વનો વિષય જાણવો. અને બીજી ગુરુના ઉપદેશ વગર મરુદેવા માતાની જેમ કહ્યું છે કે
सव्वाइं जिणवर भासियाई, वयणाई नन्नहा हुँति ॥
इय बुद्धि जस्स मणे, सम्मत्तं निश्चलं तस्स ॥ १ ॥ ' અર્થ:–શ્રી જિનેશ્વરે કહેલાં સર્વ વચનો, અસત્ય ન હોય (એટલે સર્વ વચનો સત્ય જ હોય છે, એવી બુદ્ધિ જેના હૃદયમાં હોય તેનું સમ્યકત્વ દઢ છે.
વળી કહ્યું છે કે – अंतो मुहुत्तमित्तंपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं ॥ .
तेसिं अवढ पुग्गल-परियट्टो चेव संसारो ॥ १ ॥ * અર્થ?—જે એ અન્તમુહૂર્ત માત્ર પણ સમ્યકૃત્વ સ્પર્યું હોય તે જીવોનો સંસાર કેવલ અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલે જ બાકી રહે છે. આ પ્રમાણે શ્રી વદ્ધમાનસ્વામીના મુખથી ધર્મદેશના સાંભળી સંવેગથી રંગાયેલા હૃદયવાળા સૂરદેવે શુદ્ધ ભાવે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી તે પિતાના આત્માને કૃતાર્થ માનતે, પરિવાર સાથે ઘેર આવી સમ્યક્ પ્રકારે જિનધર્મારાધન કરવા લાગ્યો. સંતોષપૂર્વક અરાઉધના કરતાં તેણે ચૌદ વર્ષ વ્યતીત કર્યા.
એક દિવસ અર્ધરાત્રિના સુમારે તે ધર્મધ્યાનમાં બેઠા હિતે. તેવામાં કઈ મિથ્યાદ્રષ્ટિ દેવ પ્રગટ થઈ છે. હે