________________
૨૮૫
મૂઢ ! તું આ લેકના સુખને ત્યજી. તપ કલેશાદિયુક્ત શ્રાવક ધર્મને શા માટે લઈ બેઠે છે? જો તું તારું કલ્યાણ ઈચ્છતા હોય તે આ શ્રાવકવ્રતને મૂકી છાનોમાનો સૂઈ જા. જે મારું કહેવું નહીં માને તો હું તારા મોટા પુત્રને અહી લાવી મારીશ. તેનું રુધિર તારા શરીરે છાંટી તેને ઊકળતી કડા. ઈમાં તળીશ. તેથી તે આર્તધ્યાન વડે મરી દુર્ગતિને પામીશ. આ પ્રમાણે તે દેવે તેને બે ત્રણ વાર કહ્યું, પણ સૂરાદેવ પિતાના ધ્યાનમાં મગ્ન રહ્યો. તે જોઈ અતિશય કેધ પામેલે, દેવ તેના પુત્રને ઉપાડી લાવ્યું. તેના કકડા કરી લેહી સૂરાદેવ પર છાંટયું. પછી સૂરાદેવના સામે જ માંસના લેચા .. તળવા બેઠે. આવા જ હાલ તે દેવે તેના બીજા ત્રીજા અને ચેથાપુત્રના પણ કર્યા. પરંતુ તે શ્રમણોપાસક ધ્યાનથી જરાએ ચલિત ન થયું. ત્યારે તે દેવ બલ્ય, હે સૂરાદેવ ! હજી પણ જે વ્રતને નહીં છેડે તે હું તારા સમસ્ત શરીરને કેઢ આદિ ભેળે રેગનું રહેઠાણ બનાવીશ. આ પ્રમાણે તે બે ત્રણ વખત બોલ્યા, ત્યારે સૂરાદેવ વિચારવા લાગે. નિશ્ચય આ કેઈ ચાંડાળ દુષ્ટકર્મ કરનારે જણાય છે. મારા ચારે પુત્રોના હણનારને હમણાં પકડું છું. તે એમ વિચારી તેને દંડવા ઊડ્યો, કે તરત દેવ વીજળીવેગે ચેમ વિહાર કરી ગયે. તે જોઈ સુરદેવ બહાર આવી. બૂમો પાડવા લાગે. તે સાંભળી તેની ધન્ના નામની સ્ત્રીએ આવી પૂછયું,
હે આર્યપુત્ર ! તમે શા માટે કોલાહલ કરે છે?” ત્યારે સૂરાદેવે સૂરનું સમસ્ત સ્વરૂપ સંભળાવ્યું, ધન્ના બેલીઃ “હે નાથ! આપણા ચારે પુત્ર શયનગૃહની સુખ શય્યામાં સૂતા છે. તેમજ તમારા શરીરે પણ કઈ રેગ જણાતું નથી.