________________
૨૮૧
પ્રવીણ થઈ અનેક પ્રકારના અનુભવ, જ્ઞાન અને કળાએ સાથે મેં અત્યંત મેહક એવું યૌવન પણ પ્રાપ્ત કર્યું. મને તે વખતે મંત્ર-તંત્ર આદિ શીખવાની બહુ અભિલાષા હતી તેથી હું વશીકરણ, મેહનથંભન, ઉચાટન રાક્ષસી વિદ્યા, શાકિની વિદ્યા, મારણુવિદ્ય, બલિદાન વિધિ, સૂર્ય ચંદ્રગ્રહ આદિનું આકર્ષણ, પાતાલ પ્રવેશ અને સ્વર્ગગમન ઈત્યાદિ વિદ્યાઓના મહામંત્રને જાણું છું. મૃતસંજીવની વિદ્યા પણ મેં શીખી છે. એક દિવસ મેં ઈન્દ્રના મહામંત્રનું સાધન કર્યું, તેમાં મને સફળતા મળી. તેથી હું ઈન્દ્રભવનમાં ગઈ ત્યારે ઈન્દ્ર આગળ નહીં હૂહૂ તુંબર રંભા આદિએ મહાનાટક આવ્યું હતું, મેં પણ તે નાટ્યવિધિ બારીકાઈથી શીખી.
એક વખત મેં પણ ઈન્દ્રની અનુજ્ઞા લઈ તેમની સભામાં નૃત્ય કર્યું. તે જોઈ પ્રસન્ન થયેલા ઈન્ટે મને કહ્યું, તું વર માગ, તે વારે મેં કહ્યું કે “હે પ્રભો ! જે આપ મુજ પર પ્રસન્ન છે તે મારું પાણિગ્રહણ કરો–સુરાધિપતિએ મને સ્વીકાર કરી. એવી રીતે મને ઈદ્રનો સંગ થયે. નિત્ય દેવલેક અને મારા ઘેર આવવાજવા લાગી. એક વખત અમારા માળીએ મને કહ્યું, “હે ભદ્રે ! મારા ચિત્તમાં દેવલક, ઈન્દ્ર, તથા–તારું નૃત્ય જોવાની બહુ લગની લાગી છે. માટે તું મને સાથે લઈ ચાલ.” મેં તેને ન આવવા બહુ કહ્યું પણ તેણે પોતાનો હઠાગ્રહ ન છોડ્યો. ત્યારે તેને ભ્રમર બનાવી મારા કેશપાશમાં સંતાડી હું સ્વર્ગમાં આવી, ત્યાં મેં નૃત્ય આરંભ કર્યું. ઘણીવાર નાચવાથી અને ભ્રમરના ભારથી ખિન્ન થઈ મેં મસ્તકે હાથ મૂક્યો તેમ કરવાથી નૃત્યનો તાલ બગડી ગયે. તે જોઈ મુજ પર કોપાયમાન થયેલ સુરાધિપ