________________
પંજામાં સપડાયા છીએ. એવામાં અચાનક ઘોડાની ખરી સાથે એક ખેપરી ભટકાઈ તેથી તે ખેપરી ખડખડાટ હાસ્ય કરતી બેલીઃ “હે મૃત્યુના કેળિયાઓ! સાંભળો–આ ઘોડાઓ તથા તમારી સ્ત્રીઓને અમે પણ ઘણીવાર ભેગવી છે. તે સાંભળી આશ્ચર્ય પામેલા ધિર્ટે પૂછયું, “આ અશ્વ તથા સ્ત્રીઓ કોણ છે? વળી આ ભૂમિ મનુષ્યના મસ્તકથી કેમ વ્યાપ્ત છે?” ઓપરી બોલીઃ “અરે ભેળા ભગત ! તમે આ આફતમાં કયાં સપડાયા? તે નાકકટ્ટી સિદ્ધશાકિની છે. તેણે જ અમારા આવા હાલ કર્યા છે. માટે તેને ખબર ન પડે તેમ ભાગી જઈ તમે તમારા પ્રાણની રક્ષા કરે. તે સાંભળતાં જ તે સાતે ઊભી પૂછડીએ નાઠા.
અહીં વિરહાતુર સાતે કન્યા તેઓની વાટ જોઈ થાકી, બપોર સુધી જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તે સાતે કન્યાઓએ નાટ્ટીને કહ્યું કે “હે માતા ! તે પુરુષે હજી સુધી નથી આવ્યા.” તે સાંભળી નાકકટ્ટીએ હાથમાં ચંગ (વાદ્યવિશેષ) લઈ અગાસીમાં આવીને જોયું તે તે સાતે પુરુષો અશ્વ પર બેસી પૂરવેગે ભાગી રહ્યા હતા. તે જોઈ છિન્ન નાસિકા બેલી: “હે ચંગ! આ ઘડાઓને પાછા ફેરવ.” એમ કહી તેણે ચંગને પૃથ્વી પર પછાડ્યું. ચંગના પુકારથી બધા ઘોડાઓ પાછા ફર્યા. ધિષ્ટ પ્રમુખ સર્વે લગામથી ઘોડાઓને પાછા વાળવા લાગ્યા. પણ તેઓ તે ચંગની દિશાએ વળી ઝડપભેર દોડવા લાગ્યા તે સાતે પુરુષે પ્રાણની પરવા કર્યા વગર અશ્વ પરથી ઊતરવા કશિશ કરવા લાગ્યા; પરંતુ મંત્રદ્વારા બંધાયેલા તેઓ તલમાત્ર પણ ન ખસી શક્યા. ત્યારે ભયથી ધ્રુજતા શરીરવાળા સાતે ચિંતા કરવા લાગ્યા;