________________
* ૨૭૭
સૂઈ ગઈ. અહી આગળ તે સાતે જણ ત્વરાથી ઊઠી સંકેત મુજબ પોતપોતાનું કામ બજાવવા લાગ્યા. બે જણાએ તેના પગ પકડ્યા. બેએ હાથ પકડ્યા. બેએ તેનું મસ્તક પકડ્યું અને એક જણાએ મેટા ડંડાથી તેને કપડાની જેમ ધોઈ નાખી. એવી ઢીબી કે તે તત્કાળ મરણને શરણ થઈ
હવે તે સાતે જણ નિર્ભય થઈ આગળ ચાલ્યા જતા હતા. એટલામાં તેમણે કોઈ ઘોર જંગલની મધ્યમાં ક્ષિપ્રા નામની નદીના કિનારે એક મહા નગરને જોયું. તે નગર સ્વર્ગ જેવું સુંદર, ઉત્તમ ગઢ દરવાજાથી દીપતું. શ્રેષ્ઠ રને અને સુવર્ણ કળશના સમુદાયયુક્ત પ્રાસાદેથી પૃથ્વી પીઠને શોભાવનાર–નારંગ-નાગ–પુન્નર-જબીર–હિતાલ-તાલ-કેસર -કદલી આદિ વૃક્ષોથી સુશોભિત બગીચાઓ, વાવ, કૂવા, સરવર આદિથી રમણીય, વિમાનશ્રેણી જેવી મનહર ગૃહવણીઓથી વિરાજિત અને ગગનચુંબી જિનાલયે પણ સુવર્ણ કળશવિભૂષિત તેમજ અનેક ગવાક્ષોથી અભિરામ હતાં. અદ્દભૂત આનંદકારી એ નગર હોવા છતાં કોઈ મનુષ્ય તેઓને દૃષ્ટિપથ પર ન આવ્યું. સંપૂર્ણ નગરને મનુષ્યરહિત શૂન્ય જોઈ વિસ્મય પામેલા સાતે પુરુષો ચાલતાં ચાલતાં સહસ શિખરથી શુભતાં, જોતાં જ આહલાદ ઊપજે એવા રાજભવને આવ્યા. તેના દ્વાર પર એક નકટી વૃદ્ધા બેઠી હતી. સ્કૂલ શરીરવાળી વૃદ્ધા તેમને જોઈ બેલીઃ “હે પુરુષે ! તમે ભલે પધાર્યા. હું ઘણા દિવસથી તમારી રાહ જોઉં છું. અહીં રહેલી દેવાંગનાઓને શરમાવે એવી આ સાત કન્યાઓને ભેગવી તમારું અને આ કુંવરીઓનું જીવિત સફળ કરે. તે સાંભળી આ ટુકડીના નાયક ધિષે પૂછયું કેઃ “હે માતા ! આ કન્યાઓ