________________
૨૭૫
અધું ઘાસ ખાઈ તે વસ્ત્રાભૂષણથી અલંકૃત દિવ્ય રૂપધારી કામિની રૂપે થઈ હંસલીની ચાલે ચાલતી ત્યાંથી નીકળી. તેની પછવાડે ચાર પગલે ધિષ્ટ ચાલવા લાગે. ઘનઘોર રાત્રિમાં તે સૌન્દર્યની પ્રતિમા જેવી સાક્ષાત વનદેવી જેવી લાગતી તે સુંદરી કેમે કરી એક પર્વતની ગુફામાં ગઈ. તેની પાછળ ધિષ્ટ પણ ચૂપચાપ ગયે. અને ગુપ્તપણે સંતાઈ ગયે. તે ગુફામાં કેટલીક જોગણીઓ હતી. આ સુંદરી (વૃદ્ધા) ને જોઈ બધી જેગણુઓ ઊભી થઈ સવિનય બોલી:–“હે માતા ! ભલે પધારે.” એમ કહી તેને ઊંચા આસન પર બેસાડી અને બધી જોગણીઓ તેની સેવા કરવા લાગી. પછી તે જોગણીઓ બોલીઃ “હે માતા! હવે અમને તમારા પુત્રને ભાગ કયારે આવે છે?” તે બોલીઃ “હે પુત્રીઓ! તમે હૈયે ધારણ કરે. હું તમને સાત પુત્રે મારી તેનું બલિદાન આપીશ.” તેઓ બોલી: “પણ ક્યારે?” તે બેલીઃ સાંભળે સાતમે પુત્ર જે મને આજે જ પ્રાપ્ત થયું છે, તે અત્યંત દુર્બળ છે. માટે ચૌદશ સુધી ધીરજ ધરે. ત્યાં સુધીમાં તે પણ પુષ્ટ થશે. એમ કહી જેગણુઓ સાથે માંસ આદિનું ભક્ષણ કરી તે પાછી ફરી. સ્થંભમાં સંતાઈને આ નાટક જોઈ ગભરાયેલે ધિષ્ટ પણ સાવધાનીપૂર્વક સુંદરીની પહેલાં ત્યાંથી નીકળી પાછે આવીને સૂઈ ગયે.
ડીવાર પછી સુંદરી પણ વૃદ્ધાનું રૂપ લઈ ખાટલી પર સૂતી ધિષ્ટ વિચારે છેઃ નિશ્ચય આ દુષ્ટ અમને વિશ્વાસ પમાડી મારી નાખશે. હાય ! હાય !! હું ફરી પાછે શાકિનીના સકંજામાં સપડાયે. હું જ્યાં જાઉં છું ત્યાં શાકિનીને જ સંગમ થાય છે. શું આ સંસારમાં સર્વ સ્થળે સ્ત્રીઓ