________________
૧૬૮
કેવળી ભગવતે મેઘસમાન ગંભીર નાદે દેશના આપી. બાદ રાજાએ પૂછયું, “હે ભગવન્ ! ક્યાં આપને દુરાચાર અને કયાં આ કેવળજ્ઞાન ? મારા ચિત્તમાં બહુ વિસ્મય છે.” કેવળી બેલ્યાઃ “હે રાજન ! આખી જીંદગી પાપ કરવામાં જ ગાળનાર એવા મને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે સમ્યફ સામાયિકનું ફળ છે. તારે જાણવું જોઈએ કે જે નિબિડ કર્મો કરડે વર્ષની લાંબી તપસ્યાથી પણ નષ્ટ ન થાય તે સમભાવથી ક્ષણમાત્રમાં નાશ પામે છે.
પછી રાજા કેવળીનાં ગુણગાન ગાતો સ્વસ્થાને આવ્યું.
કેવળી પણ અવનિતલ પર લાંબા કાળ સુધી વિચરી ભવ્યજીને પ્રતિબધી મુક્તિ પામ્યા. પિતાની હત્યા કરનારે, સાતે વ્યસનને સેવનાર, લોકેને ત્રાસ ઉપજાવનારે, કેસરી નામક ચેર આવી રીતે સામાયિકના આચરણથી જન્મ, જરા, મરણના ફેરામાંથી છૂટી સાદી અનંત અવ્યાબાધ સુખને સ્વામી થયો.
પ્રભુ કહે છે, “હે ભવ્યજી ! સામાયિકને મહાન પ્રભાવ જાણી તે વિષયમાં ઉદ્યમ કરે જોઈએ.
છે ઈતિ કેસરી ચેર કથા સમાપ્ત છે પ્રભુ કહે છે –આણંદ હવે તું દેશાવગાશિક નામનું બીજું શિક્ષાત્રત સાંભળ જે શ્રાવક યા શ્રાવિકા દેશાવગાશિક વ્રતનું પાલન કરે છે. તે જીવને અભયદાન આપી નિર્ભય કરે છે. આ વ્રતના પ્રભાવથી જીવોના સર્વ વિઘો નષ્ટ થાય છે. તે સુમિત્ર મહામંત્રીની જેમ ઉભય લેકમાં આનંદ અનુભવે છે તે સાંભળી આણંદ પૂછે છે, “હે ભગવન ! તે સુમિત્ર કેણ હતો, કેવી રીતે તેણે દેશાવનાશિક વ્રતને પાળ્યું? પ્રભુ બેલ્યાઃ “હે ભદ્ર! સાવધાન થઈ સાંભળ –