________________
૨૨૪
तृणं लघु तृणा-तूलं त्तलादपि हि याचकः ॥ वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिस्यति ॥१॥
અર્થ –તૃણ સૌથી હલકું છે, તેથી રૂ હલકું છે, પણ યાચક તો રૂ થી પણ લઘુ છે. ત્યારે રૂની જેમ વાયુ તેને કેમ ઉડાડતે નથી? તે કહે છે કે આને હું ઉડાડીશ તે તે મારી પાસે પણ યાચના કરશે. એમ ધારી વાયુ તેને ઉડાડતું નથી.”
તે સાંભળી કુમાર બલ્ય, હે રાક્ષસેન્દ્ર! મારી પાસેથી જે કાર્ય સિદ્ધ થાય એવું હોય તે ખુશીથી કહે. રાક્ષસ છે; “ ત્યારે તું આ નગરીનું રાજ્ય ગ્રહણ કર. હું
ગ્ય જાણું આ રાજ્ય તને સોંપું છું માટે તું સ્વેચ્છાએ. રાજ્ય સુખ ભેગવ, તારે જે જોઈશે તે હું ત્વરાથી પૂરીશ. અને દાસની જેમ નિરંતર સેવા કરીશ. સર્વ રાજાઓ તારા, સેવક થઈને રહેશે. કુમાર વિચારે છે. આ મને રાજ્ય ધૂરા. આપે છે, નિશ્ચય તે પુણ્યથી મળે છે, પરંતુ પૂર્વે મેં પરિગ્રહ પરિમાણ વ્રત સમયે રાજ્ય ગ્રહણનો નિયમ કર્યો છે. વળી. આ રાક્ષસને પ્રાર્થના ભંગ ન કરવાનું વચન આપ્યું છે. હાલ વિકટ સંકટમાં પડેલે શું કરું? એક તરફ વચન અને. બીજી તરફ વ્રત ભંગ થવા સંભવ છે.”
વિચાર કર્યા બાદ કુમાર બેઃ “હે રાક્ષસેન્દ્ર! તું બીજુ કાંઈ માગ, કેમકે મેં રાજગ્રહણ કરવાનો નિયમ કર્યો છે, એવી દાક્ષિણ્યતા શા કામની, કે જેથી વ્રત ભંગ થાય—એવું સનું શા કામનું કે જે પહેરવાથી કાન કપાય. તે સાંભળી રાક્ષસ બે , હે સજજન ! ઉત્તમ પુરુષે જે કબૂલ કરે છે તેને