________________
ઉલ્લાસ ચોથો
સુરદેવ ચરિત્ર
હવે શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામીને સુરાદેવ શ્રાવકનું ચરિત્ર કહે છે. આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં સમસ્ત વસુંધરારૂપ રમણના કર્ણકુંડળ સમાન, અને કુબેર રાજધાનીની ભ્રાંતિ પમાડનાર વારાસણ નામની નગરી છે. ત્યાં જિતશત્રુ નામક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક સુરાદેવ નામનો શ્રેષ્ઠી વસતો હતો. તે અત્યંત ધનવાન હતું. તેને વ્યાપારમાં અને ભૂમિનિધાન રૂપે છ છ કોડ સુવર્ણ દ્રવ્ય હતું અને ગાયનાં છ ગોકુલે હતાં. તેને અતિ સૌભાગ્યશાલી ધના નામની પત્ની હતી.
એક વખત તે ગામના કાષ્ટક નામક યક્ષ ચૈત્યમાં શ્રી વર્ધમાનાી સમોસર્યા. પ્રભુનું આગમન સાંભળી જિતશત્રુ રાજા સાથે નગરજનો અને સુરાદેવ આદિ તેમને વાંદવા ગયાં. બાર પર્ષદા એકત્રિત થઈ પ્રભુ દેશને આપવા લાગ્યા કે, “હે ભવ્યલોક ! તમે બધા સાદર જિનધર્મ