________________
૨૭૦
પવિત્ર વસ્ત્રો પહેરી હાથમાં ચોખા લઈ આમતેમ જોતી ઊભી રહી. એવામાં લંબકાય, કૃષ્ણવર્ણો, નિરંતર. જીભના લબકારા કરતા અને લાલ ચક્ષુવાળો એક સર્પ સુંદરીના ઘરમાં આવ્યું. તે જોઈ મા-બેટીએ મયુર પર અક્ષત ફેંકયા કે તરત જ મેરે ભીંત પરથી ઊતર્યા અને સર્પના બે કકડા કરી કલમે કિલાટ શબ્દ કરતા એકેક કકડે લઈ અને ઉપર આકાશમાં ઊડી ગયા. તે જોઈ વિસ્મિત સૂર વિચારવા લાગ્યો અહો ! -આ લોકોની મંત્રશક્તિ અદ્ભુત છે! પછી તે સ્નાન કરી પિતાના નૂતન જન્મને માનતે યાચકોને દાન આપતો અને સુખપૂર્વક ભાગ ભગવતે કાળ નિગમન કરવા લાગ્યો. '
અહીં ચતુરાને ખબર પડી કે સૂર મર્યો નથી પણ વૈભવ-વિલાસમાં મગ્ન રહે છે. વાચકોને દાન આપે છે. અને સુખેથી કાળ નિર્ગમન કરે છે. તેથી તે શુકલબિલાડીનું રૂપ કરી સુંદરીના ભવનમાં આવી, કટુ શબ્દ બોલવા લાગી. તે જોઈ મા–બેટી બન્નેએ કૃષ્ણબિલાડીનું રૂપ લઈ પરસ્પર યુદ્ધ શરૂ કર્યું. પરસ્પર પંજાથી અને બચકાં ભરી લેહી - વહાવતી ભયંકર ઘૂઘવાટા કરતી, કદી કાળી પર વેત તે કદી શ્વેત પર કાળી બિલાડી ચઢી બેસતી. વળી કૂદકા મારી પંજ મારતી અને બટકાં ભરી લેહી વહાવતી. આ ત્રણ બિલાડીના જામેલા જંગને જોઈ સૂરને ન સૂઝયું કે હું શું કરું. તે તો એ દશ્ય જોઈ આભો જ બની ગયો. એટલું જ નહિ પણ ભયથી કંપવા પણ લાગ્યો. તે શ્વેત બિલાડી બહુચપળ હતી. પિતાની ચતુરાઈ અને મંત્ર બળથી બને કૃષ્ણબિલા-- ડીએને શ્વેતબિલાડી જર્જરિત કરી આકાશમાં નાચતી