________________
૬૮ પુરુષરૂપે કર્યો. જટાજુટથી વિભૂષિત ભસ્મથી વિલિપ્ત શરીર, એક હાથમાં ત્રિશળ અને બીજા હાથમાં ડમરૂ એવા સંન્યાસીને જોઈ ચતુરાના હોશકોશ ઉડી ગયા. તે ભયભ્રાંત થઈ સંન્યાસીના પગમાં પડી ક્ષમાની યાચના કરવા લાગી. સંન્યાસી બોલ્યા, - “હે મુગ્ધ આ કહેવત ખરેખર સાચી નીકળી કે જે કરં (સાથે) ખાય તેને તકલીફ પણ સહન કરવી પડે.” પછી તે દુષ્ટાએ તેને કેટલુંક દ્રવ્ય આપી વિદાય કર્યો, પછી તે વિચારવા લાગી. “મારા પતિએ મારું ચરિત્ર જાણી લીધું છે. ભિન્ન હદયવાળા હવે અમારા બન્નેમાં સ્નેહ નહિ થાય. માટે એને મારી નાખે ઉચિત છે. એમ વિચારી તેણે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કર્યા. પછી ગાયનું છાણ લાવી માંડલું બનાવ્યું–તેમાં નૈવેદ્ય મૂકી, ઘી, ધૂપ, ગૂગળ, સુગધી વનસ્પતિ ઈત્યાદિને હેમ કરી ધ્યાનારૂઢ થઈ. એવામાં કઈ રાક્ષસ સપરૂપે આવી બો; “હે મુગ્ધ ! તે મને શા માટે યાદ કર્યો છે? હું તારાથી સંતુષ્ટ છું, કહે શું કામ છે? તે દુષ્ટાત્મા બોલીઃ “પરસ્ત્રીલંપટ એવા મારા પુરુષને મારી નાખ.” સર્ષ બોલ્યો, “તે છ માસ પછી મારાથી મરશે.” એમ કહી તે અદશ્ય થઈ ગયે.
હવે કોઠીમાં સંતાયેલે સૂર વિચારવા લાગ્યાઃ અહે ! સ્ત્રીઓનું ચરિત્ર કેવું ગૂઢ હોય છે. અરે ! મને આ દુષ્ટાએ બહુ વિટંબણું પાડી છે તેથી મારે આની કોઈ જરૂર નથી એમ વિચારી તે લાગ જોઈ બહાર નીકળી સુંદરીના ઘેર આવી પહોંચ્યો. ત્યાં સુંદરી સાથે તે નિત્ય ભેગ ભગવતે, પણ તેને ક્યાંય આનંદ ન મળતો. સુંદરી હમેશ ગીત, નૃત્ય, હાસ્ય, વાજિંત્ર, વિલાસ ઇત્યાદિથી તેને સંતોષવાની