________________
૨૬૯ ઈચ્છા કરતી, પરંતુ ચિંતાગ્ર સૂરને ક્યાંય ખુશી ન દેખાતી. સુંદરીએ આ વાત પિતાની માને જણાવી, સૂરની. સાસુએ તેને એકાન્તમાં પૂછયું, “હે બેટા ! તને શી ચિંતા છે?” તે બોલ્યા, “હે માત! અસમર્થની આગળ કહેવાથી શેિ ફાયદે?” તે બોલીઃ “મારામાં બધું સામર્થ્ય છે, તું તારે કહેને! કેમકે વ્યાધિને જાણ્યા પછી જ તેનો પ્રતિકાર થઈ શકશે. તે સાંભળી સૂર બોલ્યો; “હે મા ! હૈયાને મજબૂત કરી સાંભળ છ માસ પછી સર્પથી મારું મૃત્યુ થશે. તે બેલી.
એ વળી કોણે કહ્યું? કઈ ધૂતારા તિષી મળી ગયે લાગે છે.” પછી સૂરે ચતુરાનું સઘળું કારસ્તાન સંભળાવ્યું. એ - સાંભળી તે બોલીઃ “હે પુત્ર! તું ભયને તિલાંજલી આપ. હું જેમ તને અને તારી પત્નીને સુખ ઊપજશે એમ કરીશ.. માટે તું શંકા છોડી સતત ભેગોને ભોગવ.” તે સાંભળી કાંઈક સ્વસ્થ થયેલે સૂર ભેગે ભોગવે છે; કિન્તુ મરણના, ભયથી તેના દિવસે શુષ્કતામાં વીતે છે. ' ' અહીં સુંદરી અને તેની મા બન્નેએ મળી બારણાની ભીત પર બે મયૂર ચીતર્યા. તે ચિત્રમય હોવા છતાં ખરેખર સાચા–જીવતાં મર જેવા દેખાતા, માતા અને પુત્રી નિત્ય પવિત્ર થઈ તેની પૂજા કરતી. એમ કરતાં છ માસનો અંતિમ દિવસ આવ્યો, ત્યારે સૂર સુંદરીને કહેવા લાગ્યું, “હે પ્રિયે! નિશ્ચય મારું આજે મૃત્યુ થશે.” સુંદરી બોલીઃ “હે સ્વામી! આપ ભય ન પામે, અમારી શક્તિ જુઓ.” એમ કહી તેણે છાણથી ખંડને લીઍ. એની મધ્ય ભાગમાં આસન મૂકી તેના પર સૂરને બેસાડ્યો અને મા-દીકરી પવિત્ર થઈ: