________________
ર૬પ
આદરે, કેમકે ધર્મથી જ મનુષ્યને સંસારમાં સુખ મળે છે. માટે સુખના અભિલાષી પુરુષએ ધર્મ વિષયમાં જરાયે પ્રમાદ ન કર જોઈએ. અફાટ વિક્વરૂપ સમુદ્રમાં પડેલાં પ્રાણીઓ પણ ધર્મથી ધિટની જેમ ઉદ્ધાર પામી સુખી થાય છે. ” - તે સાંભળી સુરાદેવે પૂછ્યું, “હે ભગવન્! તે ધિષ્ટ કહ્યું હતું અને કેવી રીતે એ વિપ્ન સમુદ્ર તરી સુખસ્થાનને પામે ?” પ્રભુ બોલ્યા, “હે સુરાદેવ! તું સાવધાન થઈ લેકમાં અત્યંત આશ્ચર્યકારી એવા તેના ચરિત્રને સાંભળ:”
ધિષ્ટ”ની કથા આ ભરતક્ષેત્રમાં જ ચંપાપુર નામની અતિ રમણીય નગરી છે. ત્યાં સૂર નામને ધનિક રાજપુત્ર વસતે હતો. તેને ચતુરા નામની પત્ની હતી, પણ તે ક્રોધને લીધે સાક્ષાત્ ચંડિકા જેવી કટુ વચને બોલનારી હતી તે હમેશાં કહું વચનોથી પિતાના પતિને પીડિત કરતી હતી.* * * * . એક દિવસ સૂરે વિચાર્યું કે આવી પત્નીથી મારે શું પ્રિયજન? કેમકે પુરુષ માટે દુષ્ટ પત્ની અને વિશ કરનારી વિદ્યા એ બને ત્યાજ્ય છે. એમ વિચારી તે બીજી સ્ત્રી કરવા ગામ-નગરમાં તપાસ કરવા લાગ્યું. એક દિવસ અવન્તી નગરીમાં એક ડેશી પિતાની નવયૌવના પુત્રી સાથે વસતી હતી, તેને ત્યાં જઈ સૂરે તે ડોશી પાસે તેની પુત્રીનું માગુ કર્યું. ડોશી બોલી, “બેટા ! હું પણ આના સાથે તારે ત્યાં રહીશ, કેમકે મારે આના સિવાય બીજા કેઈનો આશરોસહારો નથી.” સૂરે કબૂલ કરી કન્યા સાથે લગ્ન કર્યું. અને