________________
૨૩૩ અર્થ?—ધીર પુરુષની અને કાયર પુરુષોની સંકટ આવે ત્યારે જ કોટી થાય છે, બાકી સારી સ્થિતિમાં તે સર્વ નિયમનું પાલન કરવામાં સમર્થ હોય છે – . હવે દેવ પિતે ગિરિરાજ સમા ગજરાજનું રૂપ લઈ ગર્જના કરો અને સૂંઢ ઉછાળતે કહેવા લાગ્યા“હે કામદેવ ! હજી પણ તું મારું કહેવું નહીં માને તે તને ગગનમાં ઉછાળી પગ વડે રગદોળી નાખીશ.” તે પણ કામદેવ સ્થિર ચિત્તે ધર્મધ્યાનમાં લીન રહ્યો. ત્યારે તે દેવે કામદેવને સૂંઢથી પકડી આકાશમાં ઉછા અને પડતાં પહેલા દંકૂશળ પર ઝીલી તેનું પગથી મર્દન કરવા લાગે. આવી દુસહ વેદનાથી પણ તે ચલાયમાન ન થયે, ત્યારે તે મહાલંબકાય. લાલશાણિત જેવાં નેત્ર અને હૂંફાડા મારતા સર્પનું રૂપ લઈ તેની પાસે આવી બેલવા લાગેઃ “હે અભાગી કામદેવ ! હજુ ય કહું છું કે આ ધતિંગ મૂકી ઘર ભેગો થઈ જા, નહિ તો હું તને કરડી જરૂર તારું મોત નિપજાવીશ. ' - જ્યારે કામદેવે કાંઈ ન સાંભળ્યું ત્યારે તે કામદેવના ગળા પર વિંટળાઈ ડંખવા લાગ્યું. તે એવી નિર્દયતાથી ડંખવા લાગ્યો કે શરીરનાં તમામ અવયકોમાંથી લેહીની ધારા વહેવા લાગી, પરંતુ તે સાચે શ્રાવક સમતા રસમાં રમવા લાગ્યો, તેનું શરીર તપસ્યાથી ક્ષીણ થઈ ગયું છે, તેમાં અસંખ્ય છિદ્રો પડી જવાથી લેહીની નકે વહી રહી છે, પરંતુ આત્માને ઓળખનાર શરીરને શું સમજે? દેવ હાર્યો પણ શ્રાવક નિશ્ચલ રહ્યો. એ પછી અતિ વિસ્મય પામેલા દેવે પિતાનું દિવ્ય અને મનહર રૂપ પ્રકટ કર્યું, તે બોલવા લાગ્યો, હે કામદેવ! તું કામદેવું નહીં પણ પ્રતિકામદેવ છે, તું ધન્ય છે.