________________
૨૫૪
આખો દિવસ તે ધૂતે તેની એવી ભક્તિ કરી. વિનય બતાવ્યો કે, સંન્યાસી તેના પર સંતુષ્ટ થઈ ગયું. રાતે તે બે,
હે વત્સ! તું આશ્રમમાં સૂઈ રહે, હું એકાંતમાં મંત્ર જાપ કરું છું. એમ કહી તે સંન્યાસી મંત્ર જાપ કરવા લાગ્યો. અને ચેર પિતાની સાધના સાધવા લાગ્યો. અહીં સવારે આશ્રમમાં ચોરી થયેલી જાણે સંન્યાસીએ રાજા પાસે જઈ સર્વ હકીકત જણાવી. પછી રાજાએ તેને આશ્વાસન આપી વિદાય કર્યો.
ત્યારપછી ચારથી કંટાળેલા રાજાએ શિવધર્મ નામક શિવોપાસક બ્રાહ્મણને તેડાવ્યો. અને ચેરને શોધવા કહ્યું. તે -બોલ્યો; “હે રાજન ! કાલે આપને જ્ઞાનથી જાણ જણાવીશ.” પછી રાજાએ તેને સન્માન આપી વિસર્જન કર્યો. આ વૃત્તાંતને સાંભળી સહસ્ત્રમલ ન વેષ પહેરી શિવાચાર્ય પાસે આવીને * નમઃ શિવાય “ કહી હાથ જોડી બોલ્યો, “હે ભગવન! જે -આપને હું યોગ્ય લાગતે હોઉં તે મને તમારી દીક્ષા આપ.” આચાર્યું પણ તે ધર્મય પિતા નિઃ” એ વાકયને અનુસરી શીઘ્ર દીક્ષા આપી દીધી. રાતના શિવાચાર્યને જાપમાં મશગૂલ જોઈ ધૂર્ત મઠને તળિયા ઝાટક કરી ભાગી ગયો. સવારે શિવાચાર્યે પણ પિતાના સમાચાર રાજાને જણાવ્યા, તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો, જે જે પુરુષ તે ચેરને પકડવાની હામ ભીડે છે તેને જ તે ધૂર્ત નવરાવી નાખે છે.
* હવે મંત્રી એક બૌદાચાર્યને બોલાવી લાવ્યો. તે ચરની વાત સાંભળી બોલ્યો; “અરે ! એમાં શું મેટી વાત છે? તેના સ્વરૂપને હું કાલસવારે જ કહીશ, એમ કહી તે